HDFCની પેઝેપ સર્વિસ ડિજિટલ વૉલેટ અને વર્ચ્યુઅલ કાર્ડ જેવી સેવા આપે છે. એના દ્વારા ટ્રાન્ઝૅક્શન ચાલુ રહેશે.
પ્રતીકાત્મક તસવીર
દેશની અગ્રણી બૅન્કોમાંની એક HDFC બૅન્કમાં આજે મધરાતે ૧૨ વાગ્યાથી ૧.૩૦ વાગ્યા સુધી ૯૦ મિનિટ માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવા બંધ રહેશે. બૅન્ક મેઇન્ટેનન્સનું કામ હાથ ધરશે એટલે આ સમયગાળામાં UPI ટ્રાન્ઝૅક્શન, રૂપે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અને HDFC બૅન્કના મોબાઇલ અને થર્ડ પાર્ટી ઍપ પર UPI સર્વિસ બંધ રહેશે. દરમ્યાન બૅન્ક ટ્રાન્ઝૅક્શન માટે પેઝેપ વૉલેટનો ઉપયોગ કરી શકાશે. બૅન્કે સ્પષ્ટતા કરી હતી કે નેટ-બૅન્કિંગસેવા ૨૪x૭ ચાલુ રહેશે જેના દ્વારા ૨૦૦ પ્રકારનાં ટ્રાન્ઝૅક્શન કરી શકાશે. HDFCની પેઝેપ સર્વિસ ડિજિટલ વૉલેટ અને વર્ચ્યુઅલ કાર્ડ જેવી સેવા આપે છે. એના દ્વારા ટ્રાન્ઝૅક્શન ચાલુ રહેશે.
