ભારત સરકારના વિદેશ, શિપિંગ, પેટ્રોલિયમ અને સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગઈ કાલે સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ કરીને લોકોને પૅનિક ન થવા કહ્યું
ઝારખંડની રાજધાની રાંચીમાં LPG સિલિન્ડર લેવા માટે ગઈ કાલે લાંબી લાઇનો લાગી હતી
દેશમાં ઠેર-ઠેર સિલિન્ડર ખરીદવા માટે લાઇનો લાગી છે. ક્યાંક સિલિન્ડરનાં કાળાં બજાર પણ થઈ રહ્યાં છે. પેટ્રોલ-પમ્પો પર પહેલાં કરતાં વધુ લાંબી લાઇનો લાગેલી છે. જોકે ઘરેલુ ગૅસ માટે જે હારાકીરી થઈ રહી છે એ માત્ર પૅનિકને કારણે છે એવું કેન્દ્ર સરકારે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું હતું. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયનાં જૉઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ કહ્યું હતું કે ‘ભારત કુલ જરૂરિયાતના ૬૦ ટકા LPG આયાત કરે છે. એમાંથી ૯૦ ટકા સપ્લાય સ્ટ્રેટ ઑફ હોર્મુઝના રસ્તેથી આવે છે. એમ છતાં દેશમાં રોજ ૫૦ લાખ LPG સિલિન્ડરની ડિલિવરી થાય છે. દેશમાં કાચા તેલનો પુરવઠો પૂરી રીતે સંતોષજનક છે. દેશના એક લાખ પેટ્રોલ-પમ્પો પર અવિરત ફ્યુઅલ ઉપલબ્ધ છે અને એમાં કોઈ ડ્રાય-આઉટ જેવી સ્થિતિ નથી.
સરકારે આપેલા કેટલાક વિશેષ નિર્દેશો
ADVERTISEMENT
- રાજ્યોને જરૂરિયાતમંદ લાભાર્થીઓનું લિસ્ટ બનાવવા માટે કહ્યું છે જેથી જરૂરતના આધાર પર સિલિન્ડર સપ્લાય કરી શકાય.
- ટૂંક સમયમાં જ ઑઇલ કંપનીઓ ૧૯ કિલોગ્રામવાળું કમર્શિયલ સિલિન્ડર પર બહાર પાડશે.
- LPGના વિકલ્પ તરીકે રાજ્યોમાં વધારાનું ૪૦,૦૦૦ લીટર કેરોસીન આપવામાં આવ્યું છે.
- પૅનિકને કારણે બુકિંગ બમણું થઈ ગયું છે એટલે નાગરિકોને અપીલ છે કે પૅનિક બુકિંગ ન કરો અને ઈંધણની બને એટલી બચત કરો.
- હૉસ્પિટૅલિટી અને રેસ્ટોરાં સેક્ટરને એક મહિના માટે બાયોમાસ, કેરોસીન કે કોલસાનો ઉપયોગ કરવાની સલાહ છે.
