જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પર એક લગ્નસમારોહમાં ફાયરિંગ, પણ બચી ગયા : હુમલાખોરે કહ્યું કે હું ૨૦ વર્ષથી તેમને મારવા ઇચ્છતો હતો
ડૉ. ફારુક અબદુલ્લા
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ગ્રેસના અધ્યક્ષ ડૉ. ફારુક અબદુલ્લા પર બુધવારે જીવલેણ હુમલો કરવાની કોશિશ થઈ હતી. જમ્મુના બહારના વિસ્તાર ગ્રેટર કૈલાશમાં આવેલી હોટેલ રૉયલ પાર્કમાં તેઓ એક લગ્નમાં ગયા હતા ત્યારે એક હુમલાખોરે તેમના પર ખૂબ નજીકથી નિશાન સાધ્યું હતું. ફારુક અબદુલ્લા અને જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુરિન્દર ચૌધરી એક નેતાના દીકરાની શાદીમાં હાજરી આપીને પાછા જઈ રહ્યા હતા એ વખતે હુમલાખોર પાછળથી ફારુક અબદુલાની ખૂબ નજીક આવ્યો હતો અને તેમના પર બંદૂક તાણી દીધી હતી. જોકે તે ગોળી ચલાવે એ પહેલાં તેમની સુરક્ષામાં તહેનાત ક્લોઝ પ્રોટેક્શન ટીમે હુમલાખોરને ઝડપી લીધો હતો. સુરક્ષાદળોની સાવધાનીને કારણે મોટી અનહોની થતાં રહી ગઈ હતી.
હુમલાખોરે બંદૂકથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી પાસેથી લોડેડ પિસ્તોલ મળી હતી.
ADVERTISEMENT
કોણ હતો હુમલાખોર?

ફારુક અબદુલ્લા પરના અટૅકની CCTV કૅમેરામાં કેદ થયેલી ઘટના અને પોલીસ-સ્ટેશનમાં હુમલાખોર કમલસિંહ જામવાલ

હુમલાખોરની ઓળખ ૬૩ વર્ષના કમલસિંહ જામવાલ તરીકે થઈ હતી. તે જમ્મુના જૂના મંડી વિસ્તારનો નિવાસી છે. પકડાઈ ગયા પછી પણ આરોપીએ જે દાવા કર્યા એનાથી સુરક્ષા-એજન્સીઓ હેરતમાં મુકાઈ ગઈ હતી. કમલસિંહે કહ્યું હતું કે હું છેલ્લા બે દાયકાથી ફારુક અબદુલ્લાની હત્યાની યોજના કરી રહ્યો હતો, એ મારો વ્યક્તિગત એજન્ડા હતો. પકડાયો ત્યારે આરોપી નશામાં ધુત હતો અને તે કોઈ અજ્ઞાત જાગરણ મંચનો અધ્યક્ષ છે એવું કહ્યું હતું.
