આ સંપત્તિઓમાં દિલ્હી, મુંબઈ અને લખનઉમાં સ્થિત મુખ્ય મિલકતોનો સમાવેશ થાય છે, જેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પરનું પ્રતિષ્ઠિત હેરલ્ડ હાઉસ પણ સામેલ છે.
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ હેરલ્ડ મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. ગઈ કાલે EDએ જણાવ્યું હતું કે નૅશનલ હેરલ્ડ કેસમાં અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની ૭૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કંપની કૉન્ગ્રેસનાં નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે જોડાયેલી છે. આ સંપત્તિઓમાં દિલ્હી, મુંબઈ અને લખનઉમાં સ્થિત મુખ્ય મિલકતોનો સમાવેશ થાય છે, જેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પરનું પ્રતિષ્ઠિત હેરલ્ડ હાઉસ પણ સામેલ છે.

