આ ફ્લાઇટના પાઇલટને તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ.
ફ્લાઇટ
અયોગ્ય સ્ટાફ સાથે પ્લેન ઉડાડવા બદલ ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)એ ઍર ઇન્ડિયાને ૯૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ સિવાય આ ખામી માટે એના ઑપરેશન ડિરેક્ટરને ૬ લાખ અને ટ્રેઇનિંગ ડિરેક્ટરને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. DGCAની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ઍર ઇન્ડિયાએ એક ફ્લાઇટ એવી ઑપરેટ કરી હતી જેને નૉન-ટ્રેઇનર લાઇન કૅપ્ટન અને નૉન-લાઇન રિલીઝ્ડ ફર્સ્ટ ઑફિસરે કમાન્ડ કરી હતી. સુરક્ષાની રીતે આ ગંભીર ભૂલ છે, જેનાં પરિણામો ગંભીર આવી શકે એમ હતાં. આ ફ્લાઇટના પાઇલટને તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ.