બીજેપીએ કહ્યું કે ભારતીય સેનાના જવાનોની નિંદાને કોઈ કાળે સહન નહીં કરાય
દિગ્વિજય સિંહ (તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી)
પુલવામા : કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ગઈ કાલે પુલવામા હુમલાને લઈને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ભારત જોડો યાત્રા દરમ્યાન સર્જિકલ સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવાયા હતા. તેમણે કહ્યું કે ‘અમારા સીઆરપીએફના ૪૦ જવાન પુલવામામાં શહીદ થયા હતા. સીઆરપીએફના અધિકારીઓએ વડા પ્રધાન મોદીને વિનંતી કરી હતી કે તમામ જવાનોને વિમાન મારફત લઈ જવામાં આવે, પરંતુ મોદી માન્યા નહોતા.’
દિગ્વિજયના આ નિવેદન પર બીજેપીએ કહ્યું કે આ આપણા જવાનોનું અપમાન છે એને સહન કરવામાં નહીં આવે. દિગ્વિજય સિંહે કહ્યું કે ‘કેન્દ્ર સરકારે આજ સુધી ૨૦૧૬ના સર્જિકલ સ્ટ્રાઇક કે ૨૦૧૯ના પુલવામા આતંકવાદી હુમલાના રિપોર્ટ સંસદમાં રજૂ કર્યા નથી. સરકારે આજ સુધી સર્જિકલ સ્ટ્રાઇકને લઈને કોઈ પુરાવા આપ્યા નથી.’
ADVERTISEMENT
આ પણ વાંચો : પુલવામા આતંકવાદી હુમલાનાં કેમિકલ ઍમેઝૉનથી ખરીદાયેલાં : સીએઆઇટી
હિજાબ પર પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નવી દિલ્હી (આઇ.એ.એન.એસ.) : સુપ્રીમ કોર્ટ ગઈ કાલે કર્ણાટકની કૉલેજોમાં ક્લાસરૂમમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને પડકારતી અરજી પર વિચારણા માટે ત્રણ જજની બેન્ચની રચના કરવા માટે તૈયાર થઈ છે. અગાઉના ચુકાદાઓને કારણે ઘણી વિદ્યાર્થિનીઓ પ્રાઇવેટ કૉલેજમાં ગઈ છે, પરંતુ બોર્ડની પરીક્ષાઓ માત્ર સરકારી કૉલેજોમાં આયોજિત થઈ શકે છે.