સમાજ પાર્ટી (BSP)નાં સુપ્રીમો માયાવતીએ પાર્ટીના સૌથી દિગ્ગજ જૂના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન સુરેન્દ્ર સાગરની બહુજન પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. તેમણે કોઈ પાર્ટીવિરોધી કામ કર્યું નથી
માયાવતી
સમાજ પાર્ટી (BSP)નાં સુપ્રીમો માયાવતીએ પાર્ટીના સૌથી દિગ્ગજ જૂના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન સુરેન્દ્ર સાગરની બહુજન પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. તેમણે કોઈ પાર્ટીવિરોધી કામ કર્યું નથી, પણ તેમનો વાંક એટલો છે કે તેમણે તેમના પુત્રનાં લગ્ન સમાજવાદી પાર્ટીના વિધાનસભ્યની દીકરી સાથે કરાવ્યાં છે. સુરેન્દ્ર સાગરને તેમના બચાવમાં પણ કંઈ કહેવાનો મોકો આપવામાં આવ્યો નથી.
સુરેન્દ્ર સાગરના પુત્ર અંકુર સાગરનાં લગ્ન સમાજવાદી પાર્ટીના નેતા અને આંબેડકરનગર જિલ્લાના આલાપુર વિધાનસભા વિસ્તારના વર્તમાન વિધાનસભ્ય ત્રિભુવન દત્તની દીકરી કુસુમ દત્ત સાથે બીજી ડિસેમ્બરે થયાં હતાં અને ૩ ડિસેમ્બરે રિસેપ્શન યોજાયું હતું. આ લગ્નની જાણ માયાવતીને થઈ ત્યારે તેમણે સુરેન્દ્ર સાગરને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. તેમણે આ લગ્નને પાર્ટીવિરોધી કાર્યવાહી ગણી છે. સુરેન્દ્ર સાગર ૧૯૯૫થી સક્રિય રાજકારણમાં છે અને બે વાર વિધાનસભ્ય પણ રહ્યા છે. તેઓ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. સુરેન્દ્ર સાગરે કહ્યું હતું કે મેં કોઈ ભૂલ કરી નથી અને હંમેશાં પાર્ટીને મજબૂત કરવામાં યોગદાન આપ્યું છે.

