આદેશના પગલે પોલીસ-યુનિફૉર્મમાં જ ડાન્સ કરનારા પોલીસ-કર્મચારી દીપક કુમારને તેજ પ્રતાપ યાદવની સુરક્ષા-ડ્યુટીમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
તેજ પ્રતાપ યાદવ
બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વિધાનસભ્ય તેજ પ્રતાપ યાદવ દ્વારા આયોજિત હોળી સમારોહમાં તેજ પ્રતાપ યાદવે જે પોલીસ-કર્મચારીને ‘ઠૂમકા લગાઓ’નો આદેશ આપ્યો હતો અને એ આદેશના પગલે પોલીસ-યુનિફૉર્મમાં જ ડાન્સ કરનારા પોલીસ-કર્મચારી દીપક કુમારને તેજ પ્રતાપ યાદવની સુરક્ષા-ડ્યુટીમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
પટના પોલીસે જારી કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘સોશ્યલ મીડિયામાં વાઇરલ વિધાનસભ્ય તેજ પ્રતાપ યાદવના કહેવાથી તેમના સિક્યૉરિટી સ્ટાફ દીપક કુમારે ડાન્સ કર્યો અને એના દ્વારા જાહેરમાં પોલીસનો યુનિફૉર્મ પહેરીને ડાન્સ કરવાની વાત ધ્યાનમાં આવતાં દીપક કુમારને સિક્યૉરિટી ડ્યુટીમાંથી હટાવીને બીજા પોલીસને તહેનાત કરવામાં આવ્યો છે.’
ADVERTISEMENT
વિડિયો વાઇરલ થયા બાદ BJPએ કહ્યું હતું કે તેજ પ્રતાપ યાદવને સત્તામાંથી દૂર થયે દસકો વીતી ગયો છે, પણ RJDના પ્રિન્સનો ઘમંડ દૂર થયો નથી.

