Bhubaneswar Bar Fire: સત્યવિહાર નામના વિસ્તારમાં એક નાઈટ-ક્લબમાં ભીષણ આગ લાગી ગઈ હોવાના અહેવાલ છે. આગ બાદ ઘટનાસ્થળ પર ભારે અંધાધુંધી ફેલાઈ ગઈ. આગના ગોટેગોટા દૂર દૂર સુધી ઉડતા જોવા મળ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
હાલમાં જ ગોવામાં આવેલા એક નાઈટ-ક્લબમાં અગ્નિકાંડ થયો હતો. હવે ઓડિશાના ભુવનેશ્વરમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે. સત્યવિહાર નામના વિસ્તારમાં એક નાઈટ-ક્લબમાં (Bhubaneswar Bar Fire) ભીષણ આગ લાગી ગઈ હોવાના અહેવાલ છે. આગ બાદ ઘટનાસ્થળ પર ભારે અંધાધુંધી ફેલાઈ ગઈ. આગના ગોટેગોટા દૂર દૂર સુધી ઉડતા જોવા મળ્યા હતા.
કાબૂ મેળવી લેવાયો છે આગ પર
ADVERTISEMENT
આ બીના (Bhubaneswar Bar Fire) અંગે તપાસ ચાલી રહી છે. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે કે પછી કિચનમાંથી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીને કારણે આગ આસપાસની ઇમારતોમાં ફેલાઈ ન હતી. રિપોર્ટ અનુસાર આ આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી.
સ્થાનિક રહેવાસીઓને ધુમાડો નીકળતો જોયા બાદ જાણ થઇ
આગ લાગ્યા બાદ ભારે ધુમાડો બ્હાર નીકળતો જોયો ત્યારે જઈને સ્થાનિક રહેવાસીઓને આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ જાણ થતા જ તરત તેઓએ ફાયર બ્રિગેડને આ વિષે માહિતી આપી હતી. માહિતી મળતાં જ ઓડિશા ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે (Bhubaneswar Bar Fire) દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી નાખી હતી.
લાઇસન્સ વગર ચાલતો હતો બાર?
સ્થાનિક રહેવાસીઓ એવું જણાવી રહ્યા છે કે આ જે બાર હતો તે લાઇસન્સ વિના જ ચલાવવામાં આવી રહ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળને કોર્ડન કરી લેવાયું છે. તપાસ ચાલી રહી છે. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી તો જાણી શકાયું નથી. હાલમાં તો આ બાર લાઇસન્સ વગર ચાલતું હતું કે કેમ તે અંગેની પણ તપાસ ચાલી રહી છે.
ગોવા નાઇટક્લબની ગોઝારી ઘટનાની પણ તપાસ ચાલી રહી છે.... લુથરા બ્રધરની ધરપકડ થઇ ગઈ- વધુ વિગતો આવશે સામે
હજી તો હમણાં જ ગોવાની નાઇટક્લબ ગોઝારી ઘટના (Bhubaneswar Bar Fire) બની હતી. ગોવાની ઘટનામાં રવિવારે વહેલી સવારે ઇલેક્ટ્રિક ફટાકડાને કારણે નાઇટક્લબમાં આગ લાગી હતી. આ ઘટનામાં કુલ પચીસ લોકોના મોત પણ થયા છે. આ સમગ્ર અગ્નિકાંડની તપાસ ચાલી રહી છે. અહીં ફાયર સેફટીને બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્લબમાં ફટાકડાનો ઉપયોગ કરાયો હતો. જેનેલીધે આગ વકરી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ક્લબમાં કોઈ અગ્નિશામકો નહોતા. સૌરભ અને ગૌરવ લુથરા કે જેઓ નાઇટક્લબમાં આગ લાગ્યા બાદ નાસી ગયા હતા. તેમને થાઇલેન્ડમાંથી પકડી પાડવામાં આવ્યા છે.


