કામ પરથી આવ્યા પછી મોડી રાતે બાઇક પર કાકાના દીકરા સાથે ફ્રેશ થવા નીકળ્યો હતો ધીરજ વાઘેલા
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
સીબીડી બેલાપુરના રમાબાઈનગરમાં રહેતો બાવીસ વર્ષનો ધીરજ વાઘેલા મંગળવારની મધરાત પછી કાકાના દીકરા દેવેશ સાથે બાઇક પર જૉય-રાઇડ કરવા બેલાપુર-નેરુળ હાઇવે પર ગયો હતો એ દરમ્યાન પાછળથી આવતી એક ટ્રકે તેની બાઇકને ઉડાડતાં ઍક્સિડન્ટ થયો હતો જેમાં ધીરજ અને દેવેશને ગંભીર ઈજા પહોંચી હતી. ધીરજને અકસ્માત બાદ કામોઠેની એમજીએમ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો જ્યાં શનિવારે તેનું મૃત્યુ થયું હતું. જોકે નવાઈની વાત એ છે કે અકસ્માતને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં કઈ ટ્રકે ધીરજને અડફેટે લીધો હતો એને પોલીસ શોધી શકી નથી.




