દિલ્હી વિસ્તારમાં ફટાકડાની ઑનલાઇન ખરીદી કે વેચાણ પણ થઈ શકશે નહીં
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી વિસ્તારમાં શિયાળામાં હવાના પ્રદૂષણની સમસ્યાને નિવારવાના ભાગરૂપે દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) સરકારે નૅશનલ કૅપિટલ રીજનમાં ૨૦૨૫ની પહેલી જાન્યુઆરી સુધી ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફટાકડાનાં ઉત્પાદન, સ્ટોરેજ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દિલ્હી વિસ્તારમાં ફટાકડાની ઑનલાઇન ખરીદી કે વેચાણ પણ થઈ શકશે નહીં. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું હતું કે આ પ્રતિબંધના અસરકારક અમલીકરણ માટે દિલ્હી પોલીસ, દિલ્હી પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને રેવન્યુ વિભાગ એકબીજાના સહકારમાં કામ રહેશે.

