Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આસામમાં BJPની હૅટ-ટ્રિકની અને પૉન્ડિચેરીમાં બીજી વાર સત્તામાં આવવાની આગાહી

આસામમાં BJPની હૅટ-ટ્રિકની અને પૉન્ડિચેરીમાં બીજી વાર સત્તામાં આવવાની આગાહી

Published : 30 April, 2026 09:13 AM | IST | Dispur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આસામમાં વિધાનસભાની કુલ ૧૨૬ બેઠકો છે, જેમાંથી સરકાર બનાવવા માટે ૬૩ બેઠક પર જીત જરૂરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગઈ કાલે બહાર આવેલા એક્ઝિટ પોલ મુજબ પૉન્ડિચેરીમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ને સતત બીજી વાર સત્તા મળશે એવી સંભાવના જતાવાઈ છે. પૉન્ડિચેરીમાં  કુલ ૩૦ બેઠકો પર ચૂંટણી થઈ હતી અને બહુમત માટે ૧૬ બેઠકો પર જીત જરૂરી છે. પોલ ઑફ પોલ્સમાં NDAને ૧૬થી ૧૯ બેઠકો મળી રહી છે, જ્યારે કૉન્ગ્રેસના ગઠબંધનને ૧૦થી ૧૨ બેઠકો મળી રહી છે. અહીં ઍક્ટર વિજયની TVK પાર્ટીનું ખાતું ખૂલે અને બેથી ચાર બેઠકો મળે એવું અનુમાન છે.

બીજી તરફ આસામમાં BJP જીતની હૅટ-ટ્રિક લગાવશે. આસામમાં વિધાનસભાની કુલ ૧૨૬ બેઠકો છે, જેમાંથી સરકાર બનાવવા માટે ૬૩ બેઠક પર જીત જરૂરી છે. આસામમાં થયેલા પાંચ એક્ઝિટ પોલમાં એકસૂરે BJPનો જ ડંકો વાગે એવું અનુમાન છે. પોલ ઑફ પોલ્સમાં BJPને ૮૮થી ૯૮ બેઠકો અને કૉન્ગ્રેસને ૨૭થી ૩૦ બેઠકો મળે એવું અનુમાન છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 09:13 AM IST | Dispur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK