સ્ટૉકના કારણે ઍપલ અમેરિકામાં ટૅરિફ લાદવામાં આવી બાદ પણ જૂના ભાવે ઍપલના ફોન વેચી શકતી હતી.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ટૅરિફ નાખે એ પહેલાં ઍપલ કંપનીએ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસના સમયગાળામાં પાંચ વિમાન ભરીને આઇફોન અમેરિકા મોકલી આપ્યા હતા. ભારતથી આવતા માલસામાન પર ટૅરિફ નાખવામાં આવે તો એની પડતર કિંમત વધી જાય અને અમેરિકામાં એની કિંમત વધારવી પડે એથી ઍપલે આ રીતે એકાએક પાંચ વિમાન ભરીને આઇફોન એનાં વેરહાઉસોમાં સ્ટૉક કરી દીધા હતા.
આ આઇફોન ભારત અને ચીનમાં ઉત્પાદિત હતા. સામાન્ય રીતે માર્ચનો સમયગાળો શિપિંગ માટે વ્યસ્ત હોતો નથી, પણ ઍપલ કોઈ જોખમ લેવા માગતી નહોતી. ટ્રમ્પ-પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી ૧૦ ટકા ટૅરિફ પાંચમી એપ્રિલથી લાગુ થવાની હતી. એ પહેલાં આ ફોન અમેરિકા પહોંચી ગયા હતા. આ સ્ટૉકના કારણે ઍપલ અમેરિકામાં ટૅરિફ લાદવામાં આવી બાદ પણ જૂના ભાવે ઍપલના ફોન વેચી શકતી હતી.
ADVERTISEMENT
ઍપલે હજી સુધી ભારત કે અન્ય દેશોમાં ફોન કે બીજી ઍપલ પ્રોડક્ટ્સના ભાવ વધાર્યા નથી, પણ ટૅરિફ યથાવત્ રહેશે તો એક કરતાં વધારે દેશોમાં ભાવ વધારી દેવામાં આવશે.

