Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુમાં ઍક્ટર વિજયની પાર્ટીનો ચૂંટણીઢંઢેરો જાહેર

તામિલનાડુમાં ઍક્ટર વિજયની પાર્ટીનો ચૂંટણીઢંઢેરો જાહેર

Published : 17 April, 2026 11:18 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્ષમાં ૬ ફ્રી સિલિન્ડર, લગ્નમાં ૮ ગ્રામ સોનું, ૬૦ વર્ષથી મોટી મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયા અને ઉચ્ચ ભણતર માટે ૨૦ લાખ રૂપિયા સુધીની લોન આપવાનું વચન

ઍક્ટર વિજય

ઍક્ટર વિજય


તામિલનાડુમાં તમિલગા વેટ્રી કઝગમ (TVK) પાર્ટીના પ્રમુખ અને ઍક્ટર વિજયે ગુરુવારે પાર્ટીનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો. આ પાર્ટીએ પણ મહિલાઓને રોકડ રકમ અને ફ્રી સુવિધાઓની રેવડી જ ઑફર કરી છે. ઍક્ટર વિજયે કહ્યું હતું કે ‘જો મારી પાર્ટી જીતશે તો મહિલાઓને દર વર્ષે ૬ ફ્રી ગૅસ-સિલિન્ડર મળશે. ૬૦ વર્ષથી મોટી વયની મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયા આપવામાં આવશે. આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને લગ્ન માટે ૮ ગ્રામ સોનું અને સિલ્કની સાડી આપવામાં આવશે.’ 

બીજાં પણ વચનો 
 AI દ્વારા સંચાલિત મફત કૉમ્પિટિટિવ એક્ઝામનું કોચિંગ આપવામાં આવશે. 
 ગ્રૅજ્યુએશનથી લઈને ડૉક્ટરેટ સુધીના ભણતર માટે ૨૦ લાખ રૂપિયા સુધીની લોન. 
 રોજગાર કાર્યાલયમાં રજિસ્ટર્ડ પ્રત્યેક ગ્રૅજ્યુએટ બેરોજગાર યુવાનને મહિને ૫૦૦૦ રૂપિયાની મદદ મળશે. 
 વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને દિવ્યાંગોને દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 11:18 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK