અભિનેતા-પૂર્વ ભાજપ સાંસદ પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા પ્રમુખ
પરેશ રાવલ (ફાઇલ ફોટો)
બોલીવુડ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ગુરુવારે આ વાતની માહિતી આપી. પટેલે માહિતી આપતા ટ્વીટ કર્યું છે કે, "જાણીતા કલાકાર પરેશ રાવલને મહામહિમ દ્વારા એનએસડીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો તેમજ વિદ્યાર્થીઓને મળશે. હાર્દિક શુભેચ્છાઓ."
प्रख्यात कलाकार मा @SirPareshRawal जी को महामहिम @rashtrapatibhvn द्वारा @nsd_india का अध्यक्ष नियुक्त किया है।उनकी प्रतिभा का लाभ देश के कलाकारों एवं छात्रों को मिलेगा ।हार्दिक शुभकामनाएँ @PMOIndia @JPNadda @incredibleindia @tourismgoi @MinOfCultureGoI @BJP4India @BJP4MP pic.twitter.com/ONdM2sB3g0
— Prahlad Singh Patel (@prahladspatel) September 10, 2020
ADVERTISEMENT
65 વર્ષના અભિનેતા પરેશ રાવલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એનએસડીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. પદ્મશ્રી સન્માનિત પરેશ રાવલ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સાથે અન્ય ઘણાં એવૉર્ડ પણ જીતી ચૂક્યા છે અને અનેક હિટ ફિલ્મો આપી છે.

