ગઈ કાલે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કાનું મતદાન હતું. જેમાં અનેક બૉલિવૂડ સેલેબ્ઝે પોતાનો કિંમતી મત આપ્યો હતો. એટલું જ નહીં સેલેબ્ઝે ફેન્સને અને મુંબઈકર્સને આગળ આવીને વોટ કરવાની અપીલ પણ કરી હતી. મત આપ્યા બાદ સેલેબ્ઝે ચૂંટણી પ્રક્રિયા, વોટિંગનું મહત્વ વગેરે મુદ્દાઓ પણ પોતાના વિચારો મુક્તપણે રજુ કર્યા હતા.
21 May, 2024 09:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent