Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ મેટ્રો 2B પર મુસાફરો ભલે ઓછા, શૂટિંગથી ૨૦ લાખ રૂપિયાની આવક

મુંબઈ મેટ્રો 2B પર મુસાફરો ભલે ઓછા, શૂટિંગથી ૨૦ લાખ રૂપિયાની આવક

Published : 23 April, 2026 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક દિવસના શૂટિંગમાંથી MMRDAએ GST સહિત કુલ ૨૦.૩૫ લાખ રૂપિયાની આવક કરી છે

મેટ્રો 2B પર ચાલી રહેલું શૂટિંગ.

મેટ્રો 2B પર ચાલી રહેલું શૂટિંગ.


મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ મુંબઈ મેટ્રો લાઇન 2B કાર્યરત થયા બાદ પહેલી વાર કમર્શિયલ ઍડ્વર્ટાઇઝમેન્ટના શૂટિંગની મંજૂરી આપી હતી.

મંડાલેથી ડાયમન્ડ ગાર્ડન વચ્ચે શરૂ થયેલા મેટ્રો 2Bના પહેલા તબક્કાના રૂટ પર પૅસેન્જરો અન્ય મેટ્રો કરતાં ઓછા નોંધાય છે, પણ શૂટિંગ માટે આ લાઇનની પસંદગી કરવામાં આવી હતી. મંડાલે મેટ્રો સ્ટેશન પર અને મેટ્રો ટ્રેનની અંદર પણ જાહેરાતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)ની પ્રિમાઇસિસ હાયરિંગ પૉલિસી હેઠળ ફિલ્મ અને જાહેરાતના શૂટિંગ માટે મેટ્રો પરિસરનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે.



એક દિવસના શૂટિંગમાંથી MMRDAએ GST સહિત કુલ ૨૦.૩૫ લાખ રૂપિયાની આવક કરી છે જેને નૉન-ફેર બૉક્સ રેવન્યુ (NFBR) એટલે કે ટિકિટ સિવાયની આવકના સ્રોત તરીકે ઓળખવામાં આવે છે. ગયા વર્ષે MMRDAની ટિકિટ સિવાયની આવક અંદાજે ૮૧ કરોડ રૂપિયા રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK