Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નાનપણમાં જાતીય શોષણ કરનારા દાદાને ૨૦ વર્ષની પૌત્રીએ બૅટ ફટકારીને મારી નાખ્યા

નાનપણમાં જાતીય શોષણ કરનારા દાદાને ૨૦ વર્ષની પૌત્રીએ બૅટ ફટકારીને મારી નાખ્યા

Published : 06 October, 2026 07:04 AM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્દોરની ચોંકાવનારી ઘટના: મમ્મી-પપ્પાએ રાત્રે મોડા આવવા ‌વિશે ટકોર કરી ત્યારે જૂનો જખમ તાજો થઈ ગયો

AI ઇમેજ

AI ઇમેજ


ઇન્દોરમાં રવિવારે વહેલી સવારે ૨૦ વર્ષની એક યુવતીએ તેના દાદાના ઘરે જઈને ક્રિકેટ બૅટના ફટકા મારીને તેમની હત્યા કરી હતી. આ યુવતીની ધરપકડ કરવામાં આવી છે અને તેણે પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તે નાની હતી ત્યારે દાદાએ તેનું જાતીય શોષણ કર્યું હતું.
આ કેસ વિશે બોલતાં પોલીસે જણાવ્યું હતું કે મોડેથી ઘરે પાછા ફરવા બાબતે માતા-પિતા સાથે થયેલા ઝઘડાને કારણે આ કૉલેજિયન યુવતીને મનમાં બાળપણની પીડાદાયક ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી અને તેણે એ શોષણનો બદલો લેવાનું નક્કી કર્યું હતું.
પૂછપરછમાં આરોપી પૌત્રીએ પોલીસને જણાવ્યું હતું કે તે સગીર હતી ત્યારે તેની નાની બહેન, મમ્મી અને પપ્પા સાથે તેનાં દાદા-દાદીના ઘરે રહેતી હતી. તેનો આરોપ છે કે તેના દાદાના ખરાબ ઇરાદા હતા અને તેમણે તેની સાથે ઘણી વખત ખરાબ વર્તન કર્યું હતું. તેણે આ વિશે તેનાં મમ્મી-પપ્પાને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેનાં મમ્મી-પપ્પા એક અલગ ઘરમાં રહેવા ગયાં અને પરિવાર ત્યાં રહેવા ગયો હતો.
ઘટનાની રાત્રે યુવતી મોડી ઘરે આવી હતી. તેનાં મમ્મી-પપ્પાએ કમેન્ટ કરી કે તું મોડી રાત્રે ભટકતી રહે છે, તારી સાથે કંઈક ખરાબ થઈ શકે છે. આ સમયે યુવતીએ મમ્મી-પપ્પા સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે દાદાએ ઘરમાં તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું ત્યારે તમે કેમ ચૂપ રહ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 07:04 AM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK