Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાણીની ટાંકી ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી 5 મહત્વપૂર્ણ બાબતો

પાણીની ટાંકી ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી 5 મહત્વપૂર્ણ બાબતો

Published : 17 December, 2025 05:00 PM | IST | New Delhi
Bespoke Stories Studio | bespokestories@mid-day.com

તમારી પાણીની ટાંકી માત્ર સંગ્રહનું સાધન નથી તે તમારા પરિવાર માટે પ્રથમ સુરક્ષા કવચ છે. તેની સામગ્રી, મજબૂતી, ઇન્સ્યુલેશન અને જાળવણીની સરળતા જ તમારી પાણીની સુરક્ષાનું નિર્ધારણ કરે છે.

Yashovardhan Agarwal, Director, Sintex

Yashovardhan Agarwal, Director, Sintex


યશોવર્ધન અગરવાલ, ડિરેક્ટર, સિન્ટેક્સ અને મેનેજિંગ ડિરેક્ટર, વેલસ્પન બીએપીએલ લિમિટેડ

આજે ભારત પાણીજન્ય રોગોના કારણે ગંભીર રાષ્ટ્રીય આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. પાણી પ્રદૂષણ અને અસુરક્ષિત પાણી સંગ્રહ વ્યવસ્થા જાહેર આરોગ્ય માટે સીધું જોખમ ઊભું કરે છે. ભારતીય હવામાનમાં પાણીની ટાંકીઓમાં સૂક્ષ્મજીવોને ઝડપથી વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જે છે. છતાં પાણી પૂરું પાડતી આ ટાંકીઓ પાણી શુદ્ધ રાખવા માટે સક્ષમ છે કે નહીં તેની તપાસ બહુ ઓછા લોકો કરે છે.



અહીં પાંચ બાબતો મહત્વપૂર્ણ છે, જે પાણીની ટાંકી પસંદ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે:


  1. આરોગ્ય અને સ્વચ્છતા - પાણીજન્ય રોગોથી સુરક્ષા

દૂષિત પાણી કોલેરા, ટાઇફોઇડ અને હેપેટાઇટિસ A જેવા ગંભીર પાણીજન્ય રોગોનું મુખ્ય કારણ છે.  ભારતમાં બાળ મૃત્યુદરનું ત્રીજું સૌથી સામાન્ય કારણ ઝાડા છે, જે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં લગભગ 13% મૃત્યુ માટે જવાબદાર છે. આવા રોગોના ફેલાવાનું મુખ્ય કારણ દૂષિત પાણી, અપૂરતી સ્વચ્છતા, ખરાબ હાઈજીન પ્રથાઓ અને અસુરક્ષિત પાણી સંગ્રહ છે.


એન્ટી-માઇક્રોબિયલ કોટિંગ ધરાવતી ટાંકીઓ સૂક્ષ્મજીવાણુઓ (શેવાળ, બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ) ના ફેલાવાને રોકવામાં મદદ કરે છે અને પાણીને સુરક્ષિત રાખે છે. ISO 22196 ધોરણ હેઠળ કરાયેલા પરીક્ષણો અનુસાર, એન્ટી-માઇક્રોબિયલ સપાટી 24 કલાકમાં E. coli અને Salmonella જેવા બેક્ટેરિયાનો 99%થી વધુ નાશ કરી શકે છે.

રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનેલી ટાંકીઓ ટાળવી, આ ટાંકીઓ પાણીમાં માઇક્રો-પ્લાસ્ટિક છોડે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 100% ફૂડ-ગ્રેડ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલી ટાંકીઓ સૌથી સુરક્ષિત અને સ્વચ્છ વિકલ્પ છે.

વાદળછાયું આકાશ અને વધારે ભેજ સૂક્ષ્મજીવોના વિકાસને વધુ પ્રોત્સાહન આપે છે. તેથી ટાંકીઓના ઢાંકણમાં અસરકારક એન્ટી-માઇક્રોબિયલ સુરક્ષા હોવી આવશ્યક છે. કારણ કે સૂર્યપ્રકાશ ઘણીવાર ઉપરથી પ્રવેશ કરે છે એટલે ઢાંકણ સૂક્ષ્મજીવો માટે સૌથી મોટું જોખમકારક સ્થળ બની જાય છે. તેથી તેની ડિઝાઇન, ફિટિંગ અને સુરક્ષા સુવિધાઓ અત્યંત મહત્વપૂર્ણ છે.

  1. ગુણવત્તા – ટકાઉપણું અને ઇન્સ્યુલેશનને પસંદ કરો

અત્યંત ગરમી, ભારે વરસાદ અને તાપમાનમાં મોટાં ફેરફાર જેવી પરિસ્થિતિઓ પાણીની ટાંકીઓના ઘસારા અને નુકસાનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. નીચી ગુણવત્તાના રીસાયકલ પ્લાસ્ટિકમાંથી બનેલી ટાંકીઓ આવા હવામાનમાં ઝડપથી તૂટવાની અથવા લીક થવાની શક્યતા ધરાવે છે.

માત્ર વજનમાં ભારે ટાંકી હોવી એ તેની મજબૂતીનો પુરાવો નથી. સાચી મજબૂતી સામગ્રીની ગુણવત્તા પર આધારિત છે. હંમેશા દરેક સ્તરમાં 100% ફૂડ-ગ્રેડ વર્જિન પ્લાસ્ટિકની બનેલી ટાંકી પસંદ કરો. ઘણા ઉત્પાદકો માત્ર અંદરના અથવા બહારના સ્તરમાં જ આ ગુણવત્તા જાળવે છે, જે પૂરતી નથી. રીસાયકલ પ્લાસ્ટિકમાં ઝેરી રાસાયણિક તત્ત્વો અને ફ્થાલેટ્સ હોવાની શક્યતા રહે છે, જે ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરે છે.

વારંવાર રીસાયકલ થવાથી પ્લાસ્ટિકની મજબૂતી નબળી પડે છે. કેટલાક ઉત્પાદકો તેમાં કેલ્શિયમ કાર્બોનેટ જેવા ફિલર્સ ઉમેરે છે, જે સુરક્ષા અને ટકાઉપણાને નુકસાન પહોંચાડે છે. વધુ સુરક્ષા માટે થ્રેડેડ ઢાંકણ ધરાવતી ટાંકી પસંદ કરો, જેથી બહારની ગંદકી અંદર ન જઈ શકે.

હંમેશા ISI માર્કવાળી અને NABL માન્ય લેબોરેટરી દ્વારા પ્રમાણિત BIS સર્ટિફાઈડ (IS 12701 ધોરણ અનુસાર) ટાંકી પસંદ કરો. આ પ્રમાણપત્ર ટાંકીની મજબૂતી, UV રેઝિસ્ટન્સ અને બિન-ઝેરી સામગ્રીની ખાતરી આપે છે. 

૩. ક્ષમતા - ટાંકીનું યોગ્ય કદ પસંદ કરો

ઘરના સભ્યોની સંખ્યા અને ઉપયોગ મુજબ પાણીની ટાંકીની ક્ષમતા પસંદ કરવી અત્યંત જરૂરી છે. બે સભ્યોવાળા ઘરમાં સામાન્ય રીતે 500 થી 1,000 લીટર ક્ષમતાની ટાંકી પૂરતી થાય છે. મોટા પરિવાર અથવા બહુમાળી ઘરો માટે 1,500 લીટર કે તેથી વધુ ક્ષમતાની જરૂર પડે છે. એવા વિસ્તારોમાં જ્યાં પાણીનો કાપ સામાન્ય છે તેવા વિસ્તારમાં વધારાની ક્ષમતા ખૂબ ઉપયોગી બને છે.

આજે લોફ્ટ, ઓવરહેડ અને ભૂગર્ભ જેવી વિવિધ પ્રકારની સ્ટોરેજ ટાંકીઓ ઉપલબ્ધ છે. તમારા ઘરની રચના અને પાણીની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવી ટાંકી પસંદ કરો.

ટાંકીની દર્શાવેલ ક્ષમતાની સાથે વાસ્તવિક ઉપયોગી ક્ષમતાની પણ ચકાસણી કરો. કેટલીક બ્રાન્ડ્સ 1,000-લિટર ટાંકીઓની જાહેરાત કરે છે, પરંતુ વાસ્તવિક ઉપયોગક્ષમતા 850-900 લિટર (ઇનલેટથી આઉટલેટ સુધી) ની નજીક હોઈ શકે છે. જ્યારે તમે જણાવેલ ક્ષમતાના આધારે ચૂકવણી કરો છો, ત્યારે તે તફાવત વધે છે. ઘણા કિસ્સાઓમાં પ્રતિ લિટર વાસ્તવિક કિંમત સારી ગુણવત્તાવાળી ટાંકી જેટલી અથવા તેનાથી વધુ હોય છે. 

  1. જાળવણી – સરળ અને લાંબા સમય સુધી સુરક્ષિત ઉપયોગ

પાણીની ટાંકી એવી ડિઝાઇનની હોવી જોઈએ કે તેની જાળવણી સરળ બને. ટાંકીમાં એન્ટી-એલ્ગી, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ, એન્ટી-ફંગલ અને UV-રેઝિસ્ટન્ટ ગુણધર્મો હોવા જોઈએ. આ સુવિધાઓ ટાંકીમાં ગંદકી અટકાવે છે અને પાણીની ગુણવત્તા જાળવી રાખે છે.

દર ત્રણથી છ મહિને ટાંકી સાફ કરવી આવશ્યક છે. જાળવણી વખતે અંદરની દિવાલમાં તિરાડ તો નથી ને તે તપાસો, ઢાંકણની સીલ યોગ્ય છે કે નહીં તે જુઓ અને આઉટલેટ અવરોધમુક્ત છે કે નહિ તે નિશ્ચિત કરો. 

  1. વોરંટી - તમારા રોકાણની સુરક્ષા

માત્ર વોરંટી જોઈને ટાંકી પસંદ કરવી યોગ્ય નથી. આરોગ્ય, સ્વચ્છતા અને લાંબા ગાળાની વિશ્વસનીયતા સૌથી મહત્વપૂર્ણ બાબતો છે. વિશ્વસનીય બ્રાન્ડ્સની ટાંકી લાંબો સમય ટકે છે અને વધુ સુરક્ષા આપે છે.

ઉદ્યોગમાં 3  થી ૧૫ વર્ષ સુધીની વોરંટી પ્રમાણભૂત છે. તેમાં યુવી ડિગ્રેડેશન, માળખાકીય નુકસાન અને ઉત્પાદન ખામીઓ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. ઘણીવાર લોકો વોરંટીના લાલચે બાદમાં ₹2,000–2,500 જેટલો રિપ્લેસમેન્ટ ખર્ચ સહન પડે છે. તેના બદલે થોડું વધારે રોકાણ કરીને પ્રીમિયમ ગુણવત્તાવાળી ટાંકી લેવાથી લાંબા ગાળે ખર્ચ પણ બચે છે.

અંતિમ નિષ્કર્ષ

તમારી પાણીની ટાંકી માત્ર સંગ્રહનું સાધન નથી તે તમારા પરિવાર માટે પ્રથમ સુરક્ષા કવચ છે. તેની સામગ્રી, મજબૂતી, ઇન્સ્યુલેશન અને જાળવણીની સરળતા જ તમારી પાણીની સુરક્ષાનું નિર્ધારણ કરે છે.

બુદ્ધિપૂર્વક પસંદ કરો, કારણ કે શુદ્ધ અને સુરક્ષિત પાણીની શરૂઆત હંમેશા સુરક્ષિત અને વિશ્વસનીય ટાંકીથી થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

17 December, 2025 05:00 PM IST | New Delhi | Bespoke Stories Studio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK