ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અચાનક બે દિવસીય દિલ્હીના પ્રવાસે પહોંચ્યા છે. જયાં તેઓ વડાપ્રધાન મોદી અને શાહ સાથે મુલાકાત કરશે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (ફાઈલ ફોટો)
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અચાનક બે દિવસીય દિલ્હીના પ્રવાસે પહોંચ્યા છે. પ્રદેશ ભાજપમાં સંગઠનમાં બદલાવ સાથે યોગી આદિત્યનાથ મંત્રીમંડળમાં ફેરબદલની હલચલને લઈ સીએમ યોગીના દિલ્હી પ્રવાસે ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
સીએમ યોગી આદિત્યનાથ લખનઉથી 2:30 કલાકે રવાના થયા હતા અને સીધી દિલ્હી પહોંચ્યા છે. સીએમ યોગી આદિત્યનાથ વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. આજે સાંજે સીએમ યોગી દિલ્હીમાં ગાઝિયાબાદ તથા નોઈડાના ભાજપના નેતાઓને મળશે તેમજ ત્યાર બાદ ભાજપ સંગઠનના નેતાઓ સાથે પણ ભેટો કરશે.
ADVERTISEMENT
શુક્રવારે સીએમ યોગી આદિત્યનાથ વડાપ્રધા નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે. આ સાથે જ તેઓ બપોરના સમય દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને સાથે મુલાકાત કરશે અને કેટલાક કેન્દ્રિય પ્રધાનો સાથે પણ વાતચીત કરશે.
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેને લઈ અત્યારથી જ યુપી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

