Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > Baba Siddique Murder: બાંદ્રામાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા

Baba Siddique Murder: બાંદ્રામાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા

13 October, 2024 11:10 IST | Mumbai

એક આઘાતજનક ઘટનામાં, બાંદ્રા પૂર્વના ખેરવાડી વિસ્તારમાં બાંદ્રાના પૂર્વ ધારાસભ્ય અને એનસીપી નેતા બાબા સિદ્દિકી 12મી ઓક્ટોબરની રાત્રે 3 અજાણ્યા માણસો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને નજીકની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ફાયરિંગની ઘટના રાત્રે 9:30 વાગ્યે બની હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. બાબા સિદ્દીકી મુંબઈના સૌથી જાણીતા રાજકારણીઓમાંના એક હતા. જ્યારે તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે હોસ્પિટલની બહાર ભારે ભીડ જોવા મળી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હોસ્પિટલની અંદર દોડી આવતા જોવા મળ્યા હતા.

13 October, 2024 11:10 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK