તમારી સુરક્ષા માટે મેદાનમાં આવી ગઈ યુનિફૉર્મધારી દુર્ગાઓ
સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનના તમામ કોચમાં આર્મ્સ સાથે સુરક્ષા-વ્યવસ્થા સંભાળી રહેલી મહિલા આરપીએફ
સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનોમાં ફ્લૅગ-ઑફ કરીને ગઈ કાલથી લેડીઝ સાથે જનરલ કોચમાં પણ મહિલા આરપીએફ વિથ આર્મ્સ પ્રવાસીઓની સુરક્ષા કરવાનું બીડું ઉપાડતી જોવા મળી હતી. આ ગર્લ્સ પણ ખૂબ જોશ અને સ્ફૂર્તિમાં ફરજ બજાવતી જોવા મળી હતી.
સેન્ટ્રલ રેલવેના આરપીએફના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર જિતેન્દ્ર શ્રીવાસ્તવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે ફ્લૅગ-ઑફ કર્યા બાદ મહિલા આરપીએફ ડ્યુટી પર તહેનાત થઈ હતી. મહિલા આરપીએફને આર્મ્સ સાથે ફ્રન્ટ પર આવીને સુરક્ષા-વ્યવસ્થા સંભાળતી જોઈને અમને પ્રવાસીઓનો ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો છે તેમ જ રેલવે પ્રવાસી સંઘટનાઓ દ્વારા પણ ‘આરપીએફ ગર્લ પાવર વિથ આર્મ્સ’ માટે ખૂબ સરસ પ્રતિસાદ મળે છે. ટ્રેનમાં મોબાઇલ-સ્નૅચિંગ ઓછું થાય એની અમે રાહ જોઈ રહ્યા છીએ.’
ADVERTISEMENT
ડોમ્બિવલીમાં રહેતા અને દરરોજ સીએસએમટીમાં નોકરીએ જતા ધર્મેશ દેઢિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘ગઈ કાલે અચાનક પ્લૅટફૉર્મ પર એટલીબધી મહિલા પોલીસને જોઈને શું થયું હશે એવું થવા લાગ્યું હતું. રેલવેએ મહિલાઓને આગળ લાવીને સુરક્ષાનું કામ સોંપ્યું છે એથી એક નહીં, અનેક પૉઝિટિવ મેસેજ જશે.’

