કોર્ટે બાળકીની જુબાનીને આધારે આરોપીને સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ અને પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ હેઠળ ત્રણ વર્ષની સજા કરી હતી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણે કોર્ટનાં સ્પેશ્યલ જજ રુબી માલવણકરે ૯ વર્ષની છોકરી પર જાતીય અત્યાચાર કરવા બદલ આરોપી અમરનાથ બેચુ યાદવને ૩ વર્ષની કેદ અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ કેસમાં માત્ર બે સાક્ષીની જુબાનીના આધારે ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં બાળકી અને તેની માતાનો સમાવેશ થાય છે. આ સિવાય ઇન્વેસ્ટિગેશન ઑફિસરે પણ સારું કામ કર્યું હોવાથી કોર્ટે એની પણ નોંધ લીધી હતી. ૨૦૧૯ની ૧૮ મેએ બનેલી આ ઘટનામાં આરોપી અમરનાથે બાળકીનો પીછો કરીને તેને ઊંચકીને અણછાજતો સ્પર્શ કર્યો હતો એટલે તે બાળકી રડવા લાગી હતી. એને લીધે ગભરાઈ ગયેલો આરોપી તેને છોડીને ભાગી ગયો હતો. કોર્ટે બાળકીની જુબાનીને આધારે આરોપીને સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ અને પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ હેઠળ ત્રણ વર્ષની સજા કરી હતી.

