આ નવો બ્રિજ શરૂ થઈ ગયા બાદ જૂના તિલક બ્રિજને તબક્કાવાર તોડવામાં આવશે.
તસવીર :આશિષ રાજે
દાદર સ્ટેશન પાસે રેલવેના પાટા પરથી પસાર થતા ૬૫૦ મીટર લંબાઈના નવા તિલક બ્રિજનું કામકાજ મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MRIDC) દ્વારા કરવામાં આવી રહ્યું છે જે હવે ટૂંક સમયમાં પૂરું થઈ જશે. આ નવો બ્રિજ શરૂ થઈ ગયા બાદ દાદર વેસ્ટ અને ઈસ્ટની કનેક્ટિવિટી ઉપરાંત લોઅર પરેલ અને માહિમથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધીની ટ્રાફિક-જૅમની સમસ્યા હળવી થશે. આ નવો બ્રિજ શરૂ થઈ ગયા બાદ જૂના તિલક બ્રિજને તબક્કાવાર તોડવામાં આવશે.