આરેમાં વધારાનાં ઝાડ કાપવાની નોટિસ ઇશ્યુ કરવા બદલ સુપ્રીમ કોર્ટે સુધરાઈને પૂછ્યો સવાલ
Save Aarey
આરે કૉલોનીમાં આવેલા ૨૭ પાડામાં રહેતા આદિવાસીઓએ ગઈ કાલે બાંદરામાં કલેક્ટરની ઑફિસની બહાર તેમની જમીન મેટ્રોના કાર શેડ માટે લેવામાં ન આવે એ માટે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આશિષ રાજે
સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૨માં માત્ર ૮૪ વૃક્ષ કાપવાની મંજૂરી આપી હોવા છતાં મેટ્રો કાર શેડ માટે આરે કૉલોનીમાં ૧૭૭ વૃક્ષ કાપવાની જાહેર નોટિસ શા માટે ઇશ્યુ કરાઈ એવો પ્રશ્ન કરી બૉમ્બે હાઈ કોર્ટે બીએમસીને સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો હતો.
કાર્યકારી ચીફ જસ્ટિસ એસ. વી. ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ મર્નેની ડિવિઝન બેન્ચે ઍક્ટિવિસ્ટ ઝોરુ ભથેનાએ બીએમસી દ્વારા ઇશ્યુ કરાયેલી નોટિસની ખિલાફ દાખલ કરેલી જાહેર હિતની યાચિકાની સુનાવણી કરી રહી હતી.
ADVERTISEMENT
ઍક્ટિવિસ્ટો દ્વારા વન વિસ્તારનો દાવો કરી વૃક્ષોની કાપણી સામે વિરોધ કરાતાં ગોરેગામની આરે કૉલોનીમાં મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ વિવાદમાં સપડાયો છે. એમઆરસીએલે ૧૭૭ વૃક્ષો કાપવાની પરવાનગી માગતી અરજી દાખલ કરતાં સુધરાઈએ ૧૨ જાન્યુઆરીએ જાહેર નોટિસ ઇશ્યુ કરી હતી, જેને ઍક્ટિવિસ્ટ ઝોરુ ભથેનાએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
આ પણ વાંચો : ૧૭૭ ઝાડની કેમ કોઈ કિંમત નહીં?
આ સંદર્ભે બીએમસી વતી વરિષ્ઠ કાઉન્સેલર અસ્પી શિનોયે ગઈ કાલે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે સૂચિત ૧૭૭ વૃક્ષોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ કરાયેલાં ૮૪ વૃક્ષો પણ સમાવિષ્ટ છે. બાકીની ઝાડીઓ અને જંગલી વૃક્ષો છે. કેસની સુનાવણી ૧૬ ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે.