Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે મહારાષ્ટ્રની પોલીસ હિન્દી ફિલ્મોની પોલીસ જેવી નથી રહી

હવે મહારાષ્ટ્રની પોલીસ હિન્દી ફિલ્મોની પોલીસ જેવી નથી રહી

Published : 05 November, 2026 07:39 AM | Modified : 05 November, 2026 12:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે ડાયલ 112નો રિસ્પૉન્સ-ટાઇમ ઘટીને ૩ મિનિટ થયો છે : આધુનિક ટેક્નૉલૉજી અને ડિજિટલ મૉનિટરિંગથી પોલીસની કામગીરી સુધરી

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મહારાષ્ટ્ર પોલીસની ઇમર્જન્સી હેલ્પલાઇન સર્વિસ 112 હેઠળ પોલીસનો સરેરાશ રિસ્પૉન્સ-ટાઇમ ઘટીને માત્ર ૩ મિનિટ થઈ ગયો હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે હવે મહારાષ્ટ્ર પોલીસ ફોર્સ હિન્દી ફિલ્મોની પોલીસ જેવી નથી રહી જે બધું પતી ગયા પછી મોડી પહોંચતી હતી.

ગૃહખાતાનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાને આ સુધારાનું શ્રેય આધુનિક ટેક્નૉલૉજી અને ડિજિટલ મૉનિટરિંગ સિસ્ટમને આપ્યું હતું જેના કારણે ઇમર્જન્સી રિસ્પૉન્સ-પ્રક્રિયાના દરેક તબક્કે જવાબદારી સુનિશ્ચિત થઈ શકી છે. મંગળવારે પુણે જિલ્લામાં પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ઇમર્જન્સી કૉલ મળ્યા બાદ ઘટનાસ્થળે પોલીસ સરેરાશ ૩ મિનિટમાં પહોંચી જતી હોવાથી પોલીસ રિસ્પૉન્સ-ટાઇમ બાબતે મહારાષ્ટ્ર દેશમાં અગ્રેસર રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે.



પોલીસની કાર્યપદ્ધતિ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘કોઈ વ્યક્તિ પોલીસને કૉલ કરે ત્યારે અમારા જવાનો હિન્દી ફિલ્મોમાં દર્શાવાતી પોલીસ જેવા નથી દેખાતા, જે બધું પતી ગયા પછી છેલ્લે ઘટનાસ્થળે પહોંચે છે. આજે આપણી પોલીસ કોઈ ઘટના બને એ પહેલાં અથવા તો ઘટના બની રહી હોય એ જ સમયે દરમ્યાનગીરી કરે છે.’


‘ડાયલ 112’ દ્વારા મળતા દરેક કૉલનું રેકૉર્ડિંગ રાખવામાં આવે છે. આ ડિજિટલ સિસ્ટમમાં કૉલ ક્યારે આવ્યો અને પોલીસ જવાનો ક્યારે ઘટનાસ્થળે પહોંચ્યા એ તમામ સમય નોંધાઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK