BMC દ્વારા પોતાનો બચાવ કરતાં એવું કહેવાઈ રહ્યું છે કે ‘મૅસ્ટિક લેયર એ કામચલાઉ પાથરવામાં આવ્યું હતું
BMC દ્વારા કોસ્ટલ રોડ પરનું મૅસ્ટિક લેયર કાઢવામાં આવી રહ્યું છે.
૧૪,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કોસ્ટલ રોડ પર વરલી તરફ જવાના રસ્તે હાજી અલી પાસે રસ્તામાં ક્રૅક આવી ગઈ હોવાથી ત્યાં ડામરનું પૅચવર્ક કરવામાં આવ્યું હોવાથી એનો વિડિયો સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થયા બાદ વડા પ્રધાન કાર્યાલયે એની નોંધ લીધી હતી. પરિણામે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગણતરીના કલાકોમાં ત્યાં રિપેર કામ શરૂ કરી દીધું છે.
કોસ્ટલ રોડ પ્રોજેક્ટના (સાઉથ સાઇડ) રોડ પર મૅસ્ટિક લેયર પાથરવામાં આવ્યું હતું. હવે BMC એ મૅસ્ટિક લેયર કાઢી કપચી સાથેનો સાદો ડામર પાથરવાની છે. BMCનું કહેવું છે કે મૅસ્ટિક લેયર હવે થોડા દિવસોમાં કાઢી લેવાશે અને એ પછી એકાદ-બે દિવસમાં જ એના પર સાદો ડામર પાથરી દેવામાં આવશે.
ADVERTISEMENT
BMC દ્વારા પોતાનો બચાવ કરતાં એવું કહેવાઈ રહ્યું છે કે ‘મૅસ્ટિક લેયર એ કામચલાઉ પાથરવામાં આવ્યું હતું. વરસાદની સીઝનમાં રોડને નુકસાન ન થાય એ માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ અંદરની સાઇડ બ્રિજ પર પાથરવામાં આવ્યું હતું જેથી જૉઇન્ટ્સ બહુ પહોળા ન થાય અને રોડની મજબૂતી જળવાઈ રહે.’

