પ્રોજેક્ટ સક્સેસ થયો તો આગામી સમયમાં થાણેના બીજા વિસ્તારોમાં આવી નેટ બાંધવામાં આવશે એમ TMCના એક અધિકારીએ જણાવ્યું હતું.
થાણેમાં તીન હાથ નાકા નજીક બાંધવામાં આવેલી નેટ.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ થાણેમાં ઉનાળાની તીવ્ર ગરમીથી વાહનચાલકોને રાહત આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. તીન હાથ નાકા નજીક સિગ્નલ પર પ્રાયોગિક ધોરણે રોડને કવર કરતી નેટ બાંધવામાં આવી છે જેને લીધે સિગ્નલ ખૂલવાની રાહ જોતા લોકોને હવે કાળઝાળ તડકા વચ્ચે ગરમીનો અહેસાસ ઓછો થશે. થાણેના તીન હાથ નાકા નજીક ગોખલે રોડ પરની આ નેટ ૧૦૦ ફુટ લાંબી, ૨૫ ફુટ પહોળી અને રસ્તાથી લગભગ ૨૦ ફુટ ઊંચી છે. આ નેટ વાહનચાલકોને થોડી રાહત આપશે એવી અપેક્ષા છે. આ પ્રોજેકટ પ્રાયોગિક ધોરણે છે. જો આ પ્રોજેક્ટ સક્સેસ થયો તો આગામી સમયમાં થાણેના બીજા વિસ્તારોમાં આવી નેટ બાંધવામાં આવશે એમ TMCના એક અધિકારીએ જણાવ્યું હતું.

