Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Thane Crime : પહેલા પત્ની પર ચલાવી રિવોલ્વર, બાદમાં હાર્ટએટેક આવતાં પતિનું પણ મોત

Thane Crime : પહેલા પત્ની પર ચલાવી રિવોલ્વર, બાદમાં હાર્ટએટેક આવતાં પતિનું પણ મોત

Published : 02 September, 2023 03:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thane Crime: કલવામાં રહેતાં 56 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી. પછી ટૂંક સમયમાં જ તે પણ પોતે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હતો. 

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


મહારાષ્ટ્રના થાણે શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો (Thane Crime) સામે આવી રહ્યો છે. થાણેમાં એક 56 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી. અહીં સુધી તો વાત ઠીક છે પણ ટૂંક સમયમાં જ તે પણ પોતે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હતો. 


આ મામલે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, “આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 10.15 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના કલવાના કુંભાર અલી સ્થિત યશવંત નિવાસ બિલ્ડિંગમાં બની હતી. હાર્ટ એટેકથી જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તે મૃતકની ઓળખ દિલીપ સાલ્વી કરવામાં આવી છે. ઉપરાંત 51 વર્ષીય પત્નીનું નામ પ્રમિલા તરીકે સામે આવ્યું છે. 



એક પોલીસ અધિકારીએ આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું કે, “દિલીપ સાલ્વી શુક્રવારે રાત્રે બહારથી ઘરે પરત ફર્યો હતો. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે થોડીક જ વારમાં તેની અને પત્નીની વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ શરૂ થઈ હતી. એવામાં જ ગુસ્સે ભરાયેલા થાણેના દિલીપ સાલ્વીએ તેની રિવોલ્વર કાઢી હતી. આ સાથે જ તેણે પોતાની પત્ની પર ઉપરાઉપરી બે ગોળી ચલાવી (Thane Crime) હતી. ગોળી વાગતા જ તેની પત્ની પ્રેમિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 


થાણેમાં બનેલી આ ઘટના (Thane Crime)માં સાલ્વી પોતાની પત્નીને માર્યા પછી પોતે પણ તરત જ જમીન પર ઢળી પડ્યો હતો. જો કે, તેના આ રીતે ઢળી પડવા પાછળનું કારણ હૃદયરોગનો હુમલો બતાવવામાં આવે છે. હાર્ટ એટેક આવતાંની સાથે જ તેનું મૃત્યુ થયું હતું. 

થાણેમાં રહેતાં દિલીપ સાલ્વીની નજીકના લોકોએ જણાવ્યું હતું કે જ્યારે સાલ્વીએ તેની પત્ની તરફ રિવોલ્વર બતાવી ત્યારે તેની પત્નીએ બૂમાબૂમ કરી નાખી હતી.  પ્રેમિલાએ પોતાના બચાવ માતે પુત્રને બોલાવ્યો હતો. પરંતુ તે સ્થળ પર પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. પોલીસ હત્યા પાછળના ચોક્કસ હેતુની તપાસ કરી રહી છે.


મહારાષ્ટ્રના થાણેમાં ક્રાઇમ (Thane Crime)ની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે એવી જ એક ઘટનામાં પતિએ તેની પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી અને તે પછી તરત જ તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના 1લી સપ્ટેમ્બરે રાત્રે 10.15 વાગ્યે બની હતી. આજુબાજુના લોકો પણ પોતપોતાના ઘરમાં હતા. 

પોલીસના સૂત્રો જણાવે છે કે સાલ્વી સારા પરિવારમાંથી આવે છે. તેમના પરિવારના સભ્યો પણ સ્થાનિક રાજકારણ (Political News) અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. તેમના પિતા સ્વર્ગસ્થ યશવંત રામ સાલ્વીના નામ પરથી અનેક નાગરિક અને અન્ય પરિયોજનાઓનું નામ આપવામાં આવ્યું છે.

ઝોન-1ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ગણેશ ગાવડેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને હવે તપાસ પર નજર રાખી રહ્યા છે. દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને કેસ નોંધવામાં આવ્યો છે. 

અન્ય એક ઘટના (Thane Crime)માં થાણેના ઘોડબંદર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઘરની બાલ્કનીમાંથી પોતાના નાના પુત્ર સાથે કૂદીને આત્મહત્યા કરી હતી. 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના અવસરે પતિએ પત્નીને તેમના નાના બાળક સાથે મુસાફરી ન કરવાની સલાહ આપ્યા પછી દંપતી વચ્ચે ઉગ્ર દલીલો થયા પછી શુક્રવારે વહેલી સવારે આ ઘટના બની હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2023 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK