Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખોવાયા છે સંસદસભ્ય, વિધાનસભ્ય, નગરસેવકો

ખોવાયા છે સંસદસભ્ય, વિધાનસભ્ય, નગરસેવકો

Published : 11 October, 2026 08:54 AM | Modified : 11 October, 2026 01:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણે રિંગ મેટ્રોનો વિરોધ કરતા નાગરિકોએ કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં લોકપ્રતિનિધિઓની મિસિંગની ફરિયાદ નોંધાવી

કાસારવડવલી પોલીસ-સ્ટેશનના અધિકારીઓને સોંપેલી અરજી.

કાસારવડવલી પોલીસ-સ્ટેશનના અધિકારીઓને સોંપેલી અરજી.


થાણેમાં પ્રસ્તાવિત ‘ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો’ પ્રોજેક્ટ સામે સ્થાનિક નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રોજેક્ટને કારણે ઊભા થયેલા વિવિધ પ્રશ્નો, શંકાઓ અને નાગરિકોની સમસ્યાઓ વિશે ચર્ચા કરવા માટે લોકપ્રતિનિધિઓ ઉપલબ્ધ ન થતાં થાણે અગેઇન્સ્ટ ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો સંસ્થાના કાર્યકરોએ એક અનોખો અને વિશિષ્ટ વિરોધ ગુરુવારે નોંધાવ્યો છે. સંસ્થાનાં સ્થાપક ઍડ્વોકેટ રાધિકા રાણેની આગેવાની હેઠળ નાગરિકોએ કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં જઈને થાણેના સંસદસભ્યો, વિધાનસભ્યો અને કૉર્પોરેટરો ગુમ થયા હોવાની લેખિત મિસિંગ કમ્પ્લેઇન્ટ નોંધાવી છે.   

ઍડ્વોકેટ રાધિકા રાણેએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘અમે સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર નિવૃત્તિ કોલ્હટકરને પત્ર પાઠવીને જાણ કરી છે કે થાણે રિંગ મેટ્રો પ્રોજેક્ટથી અસરગ્રસ્ત નાગરિકો પોતાની ફરિયાદો અને પ્રશ્નો રજૂ કરવા લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મહત્ત્વપૂર્ણ મુદ્દે સાંભળવા કે અર્થપૂર્ણ સંવાદ કરવા બિલકુલ ઉપલબ્ધ થતા નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે નાગરિકોની સમસ્યાઓ સાંભળવી તેમની નૈતિક અને જાહેર ફરજ હોવા છતાં તેમની સતત ગેરહાજરી અને બિન-જવાબદાર વલણને કારણે જનતામાં ભારે નિરાશા પ્રવર્તી રહી છે. આથી જ અમે પોલીસ-સ્ટેશનમાં સોંપેલી અનોખી ફરિયાદ દ્વારા પોલીસ-અધિકારીને વિનંતી કરી છે કે તેઓ આ ‘ગુમ થયેલા’ લોકપ્રતિનિધિઓને શોધવામાં મદદ કરે જેથી નાગરિકો પોતાની રજૂઆતો તેમની સમક્ષ મૂકી શકે. ચૂંટણી સમયે દરેક ગલી-મહોલ્લામાં સતત જોવા મળતા સંસદસભ્યો, વિધાનસભ્યો અને નગરસેવકો આજે જ્યારે નાગરિકો ખરેખર મુશ્કેલીમાં છે ત્યારે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે; તેઓ ચૂંટણી સમયે મળી આવે છે, પણ નાગરિકોની સમસ્યાઓ વખતે ગુમ થઈ જાય છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK