Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્લેન નીચે સૂઈ રહેવું પડશે એવું ક્યારેય વિચાર્યું નહોતું

પ્લેન નીચે સૂઈ રહેવું પડશે એવું ક્યારેય વિચાર્યું નહોતું

Published : 04 November, 2026 08:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પાઇસજેટની ફ્લાઇટ રદ થતાં રનવે પર સૂતેલી ઍક્ટ્રેસ વિજય લક્ષ્મી માલ્યાનો વિડિયો વાઇરલ: મુંબઈ ઍરપોર્ટ પર બોર્ડિંગ બાદ મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારી દેવાતાં હોબાળો

રનવે નજીક સૂઈ રહેલી ઍક્ટ્રેસ વિજય લક્ષ્મી માલ્યા અને અન્ય મુસાફરો.

રનવે નજીક સૂઈ રહેલી ઍક્ટ્રેસ વિજય લક્ષ્મી માલ્યા અને અન્ય મુસાફરો.


મુંબઈથી ગોરખપુર જતી સ્પાઇસજેટની ફ્લાઇટ કલાકો મોડી પડ્યા બાદ છેલ્લી ઘડીએ રદ કરી દેવાતાં અને બોર્ડિંગ પૂરું કરી ચૂકેલા મુસાફરોને વિમાનમાંથી ઉતારી મુકાતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ અણધારી અફરાતફરી વચ્ચે બૉલીવુડની ઍક્ટ્રેસ વિજય લક્ષ્મી માલ્યા મુંબઈ ઍરપોર્ટ પર રનવે નજીકની જગ્યા પર નીચે સૂઈ ગઈ હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ઍરલાઇન કંપનીની કામગીરી સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.
પહેલી નવેમ્બરે સ્પાઇસજેટની ફ્લાઇટ SG553 દિવસભર કલાકો સુધી મોડી પડી હતી. આખરે મુસાફરોને પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા અને સેફ્ટી-બ્રીફિંગ પણ આપી દેવાયું હતું, જેથી મુસાફરોને લાગ્યું કે વિમાન હવે ટેક-ઑફ માટે તૈયાર છે. જોકે વિમાન રનવે પરથી ઊપડ્યું જ નહીં. મુસાફરોએ પ્લેનની અંદર લગભગ એક કલાક વિતાવ્યા બાદ અચાનક જાહેરાત કરવામાં આવી કે ગોરખપુર ઍરપોર્ટના ઑપરેટિંગ સમયની મર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી છે. વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ ગુસ્સે ભરાયેલી અભિનેત્રી રનવે પર જ સૂઈ ગઈ હતી, જ્યારે અન્ય મુસાફરો આસપાસ ઊભા કે બેઠેલા જોવા મળ્યા હતા.
સોશ્યલ મીડિયામાં શૅર કરેલા વિડિયોમાં વિજય લક્ષ્મી માલ્યાએ જણાવ્યું હતું કે ‘મેં જીવનમાં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મારે પ્લેન નીચે આ રીતે સૂઈ રહેવું પડશે. જાહેરાત કર્યા બાદ તમામ ક્રૂ-મેમ્બર્સ અને પાઇલટ અમને રઝળતા મૂકીને નીકળી ગયા હતા. મુસાફરો ગભરાઈ ગયા હતા. આ તદ્દન પાગલપન છે અને આ કંપની સામે કેસ થવો જોઈએ.’
પ્લેનમાંથી ઊતરતી વખતે બનાવેલા અન્ય એક વિડિયોમાં વિજય લક્ષ્મી માલ્યાએ ઍરલાઇનની દલીલો સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ‘મારા જીવનમાં પહેલી વાર એવું બન્યું છે કે બોર્ડિંગ પૂરું થયા પછી મુસાફરોને કહેવામાં આવે કે પ્લેન ખાલી કરો. હું પોતે ગોરખપુરની છું અને અગાઉ ઘણી વાર મોડી રાતની ફ્લાઇટ્સમાં મુસાફરી કરી ચૂકી છું. આ અત્યંત અનપ્રોફેશનલ વલણ છે અને આ બાબત સદંતર ખોટી છે.’

મોડી રાતની મંજૂરી ન હોવાથી ફ્લાઇટ રદ કરી: સ્પાઇસજેટની સ્પષ્ટતા
આ વિવાદ વધુ વકરતાં સ્પાઇસજેટ તરફથી સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી હતી. ઍરલાઇનના જણાવ્યા અનુસાર ગોરખપુર ઍરપોર્ટ ડિફેન્સ હેઠળ કાર્યરત હોવાથી ત્યાં રાત્રે ૯ વાગ્યા પછી વિમાનોના સંચાલનની મંજૂરી મળતી નથી. આ પ્રતિબંધોને કારણે પહેલી નવેમ્બરની ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માગતાં કંપનીએ જણાવ્યું હતું કે અટવાયેલા મુસાફરો માટે બીજી નવેમ્બરે વધારાની કમર્શિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK