સોનુ સૂદે કરી પીછેહઠ: હોટેલ હવે બની જશે રેસિડેન્શિયલ બિલ્ડિંગ
સોનુ સૂદ
જુહુ વિસ્તારમાં છ માળના મકાનને હોટેલમાંથી ફરી રેસિડેન્શિલ બનાવવાનો નિર્ણય અભિનેતા સોનુ સૂદે લીધો છે. મકાનમાં ગેરકાયદે સુધારાવધારા કરીને એને હોટેલ બનાવવા બાબતે મુંબઈ મહાનગરપાલિકાએ આપેલી નોટિસને સોનુ સૂદે વડી અદાલતમાં પડકારી હતી. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતમાં પણ અરજી કરી હતી. ગેરકાયદે બાંધકામ અને નિયમોના પાલનમાં બેદરકારી બદલ સોનુ સૂદને વડી અદાલતે ઠપકો આપ્યો હતો. એ ઠપકાની ગંભીરતા સમજીને તેણે સર્વોચ્ચ અદાલતમાંથી અરજી પાછી ખેંચી હતી. સોનુ સૂદના આર્કિટેક્ટ પાર્થ આર્કિટેક્ચરલ કન્સલ્ટન્ટ્સે મકાનના ‘ચેન્જ ઑફ યુઝર’ના દસ્તાવેજોમાં જોગવાઈઓ ફરી બદલીને એને રેસિડેન્શિયલ બનાવવાની દરખાસ્ત મોકલી છે.

