Sonali Kulkarni Traffic Jam: બુધવારે રાત્રે, બોલીવુડ અભિનેત્રી સોનાલી કુલકર્ણી મુંબઈથી પુણે જતી વખતે ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી અને પાંચ કલાકથી વધુ સમય સુધી એક જગ્યાએ ઉભી રહી હતી.
વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
બુધવારે રાત્રે, બોલીવુડ અભિનેત્રી સોનાલી કુલકર્ણી મુંબઈથી પુણે જતી વખતે ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી અને પાંચ કલાકથી વધુ સમય સુધી એક જગ્યાએ ઉભી રહી હતી. આ દરમિયાન, તેને અત્યંત ભયાનક અને તણાવપૂર્ણ અનુભવનો સામનો કરવો પડ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી
ADVERTISEMENT
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેને ખૂબ જ ભયાનક પરિસ્થિતિ ગણાવી હતી. તે કારમાંથી બહાર નીકળી અને એક વીડિયો બનાવીને લોકો સાથે પોતાની પરિસ્થિતિ શેર કરી. વીડિયોમાં કારની લાંબી કતારો દેખાઈ હતી, જે સંપૂર્ણપણે સ્થિર હતી, તેથી સ્પષ્ટ હતું કે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.
સોનાલી કુલકર્ણીએ વીડિયોમાં કહ્યું હતું કે તે મુંબઈથી પુણે જઈ રહી હતી, પરંતુ માનખુર્દ બ્રિજ પર ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. તેણે કહ્યું, "નમસ્તે, હું હાલમાં માનખુર્દ બ્રિજ પર છું. અમે લગભગ પાંચ કલાકથી અહીં ફસાયેલા છીએ. તમે જોઈ શકો છો કે મારી સામે અને મારી પાછળ કેટલો ટ્રાફિક છે."
View this post on Instagram
તેણે વધુમાં કહ્યું કે તેણે ટ્રાફિક કંટ્રોલ ટીમને ફોન કર્યો હતો, પરંતુ તેમને ધીરજ રાખવાનું કહેવામાં આવ્યું હતું. "અમે સંપૂર્ણપણે અટવાઈ ગયા છીએ - અમે ન તો આગળ જઈ શકીએ છીએ કે ન તો પાછળ," તેણે કહ્યું.
સોનાલીએ વધુમાં કહ્યું કે ટ્રાફિક જામ ખૂબ જ ગંભીર છે અને તે ક્યારે દૂર થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. "અમને હવે ભૂખ પણ નથી લાગી રહી, આ સ્થિતિ તેનાથી પણ આગળ નીકળી ગઈ છે. હું જાણું છું કે ઘણા લોકોએ વધુ ખરાબ પરિસ્થિતિઓનો સામનો કર્યો હશે, પરંતુ પાંચ કલાક સુધી એક જગ્યાએ ફસાયેલા રહેવું ખરેખર ડરામણું છે," તેણે ઉમેર્યું.
તેણે આખરે પોલીસને સ્થળ પર આવવા, પરિસ્થિતિ વિશે માહિતી આપવા અને લોકોને મદદ કરવા વિનંતી કરી.
તાજેતરમાં, મુંબઈ-પુણે એક્સપ્રેસવે (Mumbai-Pune Expressway) પર કલાકો સુધી જામેલા ટ્રાફિકને કારણે વાહનચાલકોને હેરાનગતિ થઈ હતી. લોનાવાલા (Lonavala) આગળ મુંબઈ (Mumbai) તરફ જતી લેનમાં વાહનો અટવાયા હતા. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ચાલી રહેલા પુલના સમારકામના કામને કારણે સર્જાયેલા ભારે ટ્રાફિક જામ (Mumbai-Pune Expressway Traffic chaos)ને લીધે વાહનોની અવરજવર લગભગ થંભી ગઈ હતી. મહારાષ્ટ્ર (Maharashtra)ના સૌથી વ્યસ્ત એક્સપ્રેસવે પૈકીના એક પર ટ્રાફિક જામ થવાને કારણે લોનાવાલા નજીક સેંકડો પ્રવાસીઓ ૩૦ મિનિટથી કે કલાકથી વધુ સમય સુધી અટવાયા હતા. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મુંબઈ તરફ જતી લેનમાં લોનાવાલા નજીક ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો હતો, જેના કારણે વાહનચાલકો લગભગ પાંચ કિલોમીટર લાંબા જામમાં કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. લોનાવાલા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની વચ્ચે વાહનો માંડ-માંડ આગળ વધી રહ્યા હતા, જેના લીધે પ્રવાસીઓને ભારે વિલંબનો સામનો કરવો પડ્યો હતો અને તેઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
