આ કાર્યક્રમથી ગણપતિબાપ્પાના મંદિરમાં સૂરમયી વાતાવરણ બની ગયું હતું.
સિદ્ધિવિનાયક મંદિર
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રભાદેવીમાં આવેલા વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં ગઈ કાલે સાંજે પ્લેબૅક સિંગર કવિતા પૌડવાલ, તબલાવાદક ઋતુજા સુર્વે, સિંગર અપૂર્વા નિષાદ, હાર્મોનિયમવાદક વિદ્યા કંઠી સહિત મરાઠી અભિનેત્રી સ્મિતા જયકર, અર્ચના નેવરેકર અને સેંકડો મહિલાઓની હાજરીમાં સામૂહિક અથર્વશીર્ષ પઠન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ગણપતિબાપ્પાના મંદિરમાં સૂરમયી વાતાવરણ બની ગયું હતું.

