મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં રાજા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ નજીક શ્રી નવકાર મહામંત્ર ચોકનું ગઈ કાલે ઉદ્ઘાટન થયું હતું.
જૈન આગેવાનોએ વિધાનસભ્ય મિહિર કોટેચાના કામની પ્રસંશા કરીને તેમનો આભાર માન્યો હતો.
મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં રાજા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ નજીક શ્રી નવકાર મહામંત્ર ચોકનું ગઈ કાલે ઉદ્ઘાટન થયું હતું. સર્વોદયનગર દેરાસરમાં બિરાજમાન સાધુભગવંતના હાથે આ ચોકનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે મુલુંડ ઝવેર રોડ જૈન સંઘ, તાંબેનગર જૈન સંઘ, વર્ધમાનનગર જૈન સંઘ અને વીણાનગર જૈન સંઘના હાલના પ્રતિનિધિઓ તેમ જ મોટી સંખ્યામાં જૈન સમુદાયના નાગરિકો હાજર રહ્યા હતા. મુલુંડના જૈન સમુદાયના લોકો દ્વારા લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી કે આ ચોકને શ્રી નવકાર મહામંત્ર ચોક નામ આપવામાં આવે એ પૂરી થતાં જૈન સમાજમાં આનંદની લાગણી જોવા મળી હતી. જૈન આગેવાનોએ વિધાનસભ્ય મિહિર કોટેચાના કામની પ્રસંશા કરીને તેમનો આભાર માન્યો હતો.


