Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઑક્ટોબરમાં મુંબઈમાં કાળઝાળ ૩૮.૨ ડિગ્રી, મહારાષ્ટ્રમાં ત્રીજો નંબર

ઑક્ટોબરમાં મુંબઈમાં કાળઝાળ ૩૮.૨ ડિગ્રી, મહારાષ્ટ્રમાં ત્રીજો નંબર

Published : 13 October, 2026 07:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે પણ હીટવેવની આગાહી, નવરાત્રિમાં ઠંડક નહીં થાય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં હીટવેવની સ્થિતિ યથાવત્ રહેવાની સાથે ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો છે. સોમવારે સાંતાક્રુઝ વેધશાળાએ ૩૮.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધ્યું હતું, જે સામાન્ય કરતાં ૫.૧ ડિગ્રી વધારે હતું. આ અગાઉ ૨૦૧૫ના ઑક્ટોબર મહિનામાં ૩૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગ દ્વારા સોમવારે ગરમ અને ભેજવાળા વાતાવરણ માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવી હતી, જેને બપોરે હીટવેવની ચેતવણીમાં અપગ્રેડ કરવામાં આવી હતી. મુંબઈના હવામાન વિભાગના ડિરેક્ટર વિક્રમ સિંહે જણાવ્યું હતું કે ‘મંગળવારે પણ હીટવેવ જેવી સ્થિતિ ચાલુ રહેશે અને ત્યાર બાદ ગરમ તથા ભેજવાળું વાતાવરણ રહેશે. જોકે થોડા દિવસો પછી આંશિક રાહતની અપેક્ષા છે, પરંતુ આ અઠવાડિયે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીની ઉપર રહેશે. તાપમાનનો આધાર પવનની ગતિ અને દિશા પર રહેશે.’



મહારાષ્ટ્રમાં તાપમાનની સ્થિતિ


સોમવારે મુંબઈનું મહત્તમ તાપમાન મહારાષ્ટ્રમાં ત્રીજા ક્રમે સૌથી વધુ હતું. રત્નાગિરિમાં સૌથી વધુ ૩૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૭.૬ ડિગ્રી વધારે હતું. ત્યાર બાદ માલેગાવમાં ૩૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૫.૬ ડિગ્રી વધારે હતું. હવામાનની સ્થિતિમાં થયેલા વ્યાપક ફેરફારો અને એના પરિણામે સર્જાયેલી એક્સ્ટ્રીમ કન્ડિશન મુખ્યત્વે એલ નિન્યોની પરિસ્થિતિ સાથે સંકળાયેલી છે, જેને કારણે આ વર્ષે વરસાદની પણ અછત સર્જાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK