Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વારંવાર વીજળી ગુલ થતી હોવાથી રૂપાલી ગાંગુલીએ ઠાલવી હૈયાવરાળ

વારંવાર વીજળી ગુલ થતી હોવાથી રૂપાલી ગાંગુલીએ ઠાલવી હૈયાવરાળ

Published : 01 June, 2026 07:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અદાણી ઇલેક્ટ્રિસિટીની કસ્ટમર સર્વિસનો બરાબર ઊધડો લીધો

‘અનુપમા’ સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી રૂપાલી ગાંગુલીનો પારો રવિવારે તેના બિલ્ડિંગમાં વારંવાર ગુલ થતી વીજળીને કારણે ચડ્યો હતો

‘અનુપમા’ સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી રૂપાલી ગાંગુલીનો પારો રવિવારે તેના બિલ્ડિંગમાં વારંવાર ગુલ થતી વીજળીને કારણે ચડ્યો હતો


‘અનુપમા’ સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી રૂપાલી ગાંગુલીનો પારો રવિવારે તેના બિલ્ડિંગમાં વારંવાર ગુલ થતી વીજળીને કારણે ચડ્યો હતો. તેણે પોતાની નારાજગી સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરી હતી અને ઇલેક્ટ્રિસિટી ન હોવા ઉપરાંત અદાણી ઇલેક્ટ્રિસિટીની નબળી કસ્ટમર સર્વિસનો પણ ઊધડો લીધો હતો. રૂપાલી ગાંગુલી વર્સોવામાં રહે છે અને તેના ટ્વીટ મુજબ શનિવારે રાતથી તેની બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિસિટી વારંવાર આવતી-જતી હતી.

રૂપાલીએ રવિવારે વહેલી સવારે ૫.૨૯ વાગ્યે કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે ‘અમારા અને બીજાં બે બિલ્ડિંગમાં શનિવારે રાતે ૧૧ વાગ્યાથી ઇલેક્ટ્રિસિટી ગાયબ છે; આવ-જા, આવ-જા કરે છે પણ એક વાગ્યા પછી તો આવી જ નથી. યુઝલેસ ચૅટબૉટ છેલ્લા ૪ કલાકથી કહે છે કે ૩૪ મિનિટમાં ઇશ્યુ સૉલ્વ થઈ જશે અને હવે તો કહે છે કે ઇલેક્ટ્રિસિટી ગઈ જ નથી. અને આ મુંબઈ છે. જ્યારે દેશની આર્થિક રાજધાનીમાં આવી હાલત છે તો નાનાં શહેરોમાં અને ગામડાંઓમાં લોકોએ શું સહન કરવું પડતું હશે.’



ફીડબૅક માગતાં ફરી ગિન્નાઈ રૂપાલી ગાંગુલી
જોકે વાત એટલાથી પતી નહોતી. રૂપાલી ગાંગુલીને અદાણી ઇલેક્ટ્રિસિટીની કસ્ટમર સર્વિસ તરફથી ફીડબૅક માટે મેસેજ આવતાં તેણે ફરી સ્ક્રીનશૉટ શૅર કર્યો હતો અને લખ્યું હતું કે ‘અને તેમની હિંમત એટલી કે તેઓ ફીડબૅક માગે છે. હવે દિવસે બારથી વધુ કલાક મારે કામ કરવાનું છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK