પચીસથી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ૯૭,૦૦૦ જેટલા લોકોએ મુલાકાત લઈને BMCને ૩૫ લાખ રૂપિયાની કમાણી કરાવી
રાણીબાગ
સ્કૂલ અને કૉલેજમાં નાતાલના વેકેશનને લીધે ભાયખલામાં આવેલા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સંચાલિત રાણીબાગની મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીના છ દિવસમાં રાણીબાગમાં ૯૭,૦૦૦ લોકો પહોંચ્યા હતા જેને લીધે BMCને મહેસૂલ તરીકે ૩૫ લાખ રૂપિયાની આવક થઈ હતી. ૨૫, ૨૭, ૩૦ અને ૩૧ ડિસેમ્બરે સરેરાશ ૧૦,૦૦૦ તો ૨૮ ડિસેમ્બરે ૨૨,૭૭૯ અને ૨૯ ડિસેમ્બરે સૌથી વધુ ૨૮,૫૮૩ લોકોએ રાણીબાગની મુલાકાત લીધી હોવાનું જણાઈ આવ્યું હતું. આ બે દિવસમાં જ ૧૮ લાખ રૂપિયાની આવક BMCને થઈ હતી, જે સરેરાશથી ઘણી વધુ છે. ૨૬ ડિસેમ્બરે રાણીબાગ બંધ રહ્યો હતો.