સાડાપાંચ કલાક સાઇબર પોલીસના હેડક્વૉર્ટરમાં રહેલા યુટ્યુબર અને પૉડકાસ્ટરે મીડિયાથી બચવા માસ્ક પહેર્યો હતો : આશિષ ચંચલાણીએ પણ રેકૉર્ડ કરાવ્યું સ્ટેટમેન્ટ
આખરે રણવીર અલાહાબાદિયા પોલીસ સમક્ષ થયો હાજર
અત્યાર સુધી પોલીસ-તપાસથી ભાગતો ફરતો યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયા અને ઇન્ફ્લુએન્સર આશિષ ચંચલાણી ગઈ કાલે મહારાષ્ટ્ર પોલીસના નવી મુંબઈમાં આવેલા સાઇબર હેડક્વૉર્ટરમાં સ્ટેટમેન્ટ નોંધાવવા હાજર રહ્યા હતા.




