મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ સોમવારે શાંત થઈ જશે. આથી પ્રચાર કરવા માટે આગામી રવિવાર છેલ્લો છે. આ દિવસે મરાઠીઓના ગઢ શિવાજી પાર્કમાં જાહેર સભા કરવા માટે ઉદ્વવ ઠાકરે અને રાજ ઠાકરેએ અરજી કરી હતી.
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ સોમવારે શાંત થઈ જશે. આથી પ્રચાર કરવા માટે આગામી રવિવાર છેલ્લો છે. આ દિવસે મરાઠીઓના ગઢ શિવાજી પાર્કમાં જાહેર સભા કરવા માટે ઉદ્વવ ઠાકરે અને રાજ ઠાકરેએ અરજી કરી હતી. રાજ્યના અર્બન ડેવલપમેન્ટ વિભાગે રાજ ઠાકરેને સભાની પરવાનગી આપી હતી. જોકે રાજ્યના ચૂંટણી પંચની મંજૂરી ન મળતાં રાજ ઠાકરેએ શિવાજી પાર્કની સભા રદ કરવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ચૂંટણીપંચે હજી સુધી જાહેર સભાની મંજૂરી નથી આપી અને હવે પ્રચાર માટે બહુ ઓછો સમય બાકી છે એટલે અમે જાહેર સભાને બદલે મુંબઈ અને થાણેમાં અમારા ઉમેદવારોનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે.