વર્સોવામાં આવેલા ડી-માર્ટના કર્મચારીએ ગ્રાહક સાથે મરાઠીમાં બોલવાની ના પાડી દેતાં ગુસ્સે ભરાયેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરે તેને તમાચો ઠોકી દેવાની ઘટના મંગળવારે બની હતી. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
MNS Beats D-Mart Staff: 25 માર્ચે બનેલી આ ઘટનાએ મરાઠીને લઈને એક નવા વિવાદને જન્મ આપ્યો છે. રાજ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી મનસેના કાર્યકરોએ મુંબઈના એક અગ્રણી સુપરમાર્કેટ સ્ટોરના કર્મચારીને મરાઠીમાં ન બોલવા બદલ કથિત રીતે થપ્પડ મારી હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ BMC (બ્રિહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની આવક વધારવા માટે વિવિધ પ્રસ્તાવ રાખ્યા છે. ખાસ કરીને, મુંબઈમાં કાર્યરત મોટી કંપનીઓ અને બાહરથી સારવાર માટે આવતા દર્દીઓ પર વધારાના ચાર્જની માગણી કરવામાં આવી છે. બીએમસી હાલ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે, અને ઠાકરેએ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કેટલાક સૂચનો આપ્યા છે. (તસવીરો: અતુલ કાંબળે)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK