ફાયર બ્રિગેડના જવાનોએ એક કલાક સુધી શોધ ચલાવ્યા બાદ બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
પવઈના સ્વામીનારાયણ શંકર મંદિર પાસે રહેતા બે મિત્રો ૧૮ વર્ષનો વિવેક તિવારી અને ૧૭ વર્ષનો વિનય શાહ અંબરનાથ નજીક ઉલ્હાસ નદી પર આવેલા વસત ડૅમમાં શનિવારે નહાવા પડ્યા હતા. જોકે તેમને ઊંડાઈનો અને વહેણનો અંદાજ ન આવતાં તેઓ તણાઈ ગયા હતા. આ બાબતની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ એક કલાક સુધી શોધ ચલાવ્યા બાદ બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. એ પછી સ્થાનિક પોલીસે બન્ને મૃતદેહનો તાબો લઈ પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલાવ્યા હતા.

