આ ટ્રૅફિક જૅમ ફાસ્ટૅગ અને ઈ-ટૅગ ન હોય એવા મોટરિસ્ટો પાસેથી ડબલ ટોલ વસૂલ કરવાને લીધે થતો હોવાનું કહેવાય છે.
ટોલનાકા પર ટ્રૅફિક ન થાય એ માટે પહેલી એપ્રિલથી તમામ ટોલનાકાં પર ફાસ્ટૅગ ફરજિયાત કરવામાં આવ્યો તસવીર : આશિષ રાજે
ટોલનાકા પર ટ્રૅફિક ન થાય એ માટે પહેલી એપ્રિલથી તમામ ટોલનાકાં પર ફાસ્ટૅગ ફરજિયાત કરવામાં આવ્યો છે. ફરજિયાત ફાસ્ટૅગ અમલમાં આવી ગયો હોવા છતાં હજી પણ ટોલનાકા પર વાહનોની લાઇનો લાગી રહી છે. ગઈ કાલે મુંબઈના રાજીવ ગાંધી બાંદરા-વરલી સી-લિન્ક રોડના ટોલનાકા પર કારની લાઇનો જોવા મળી હતી. હવે આ ટ્રૅફિક જૅમ ફાસ્ટૅગ અને ઈ-ટૅગ ન હોય એવા મોટરિસ્ટો પાસેથી ડબલ ટોલ વસૂલ કરવાને લીધે થતો હોવાનું કહેવાય છે.
શિયાળામાં નહીં, ભરઉનાળે છવાયું ધુમ્મસ
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં ગઈ કાલે આકાશમાં વાદળ છવાયેલાં રહ્યાં હતાં જેને પગલે દાદર, માહિમ, પ્રભાદેવી અને વરલી સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ ગયું હતું. ધુમ્મસને કારણે બપોરના સમયે પણ અમુક અંતરથી દૂર જોઈ ન શકાય એવી સ્થિતિ જોવા મળી હતી. (તસવીર : આશિષ રાજે)
૨૦૨૪માં સરકારને મળેલી ૯૦.૫ ટકા ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું
કેન્દ્ર સરકારના ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ૨૦૨૪માં મળેલી ૨૯ લાખથી વધારે ફરિયાદોમાંથી ૯૦.૫ ટકા એટલે કે ૨૬.૪૫ લાખ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું એમ ગઈ કાલે લોકસભામાં જણાવવામાં આવ્યું હતું. આ મુદ્દે વધુમાં જાણકારી આપવામાં આવી હતી કે ૨૦૨૦-’૨૪ દરમ્યાન કુલ ૧,૧૫,૫૨,૫૦૩ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
રીસાઇકલ્ડ પેપરનાં હૉટ ઍર બલૂન્સથી આકાશ પણ થઈ ગયું રંગબેરંગી
ઇન્ડોનેશિયામાં રમઝાનના અંતે આવતી ઈદની ઉજવણી માટે અનોખો હૉટ ઍર બલૂન ફેસ્ટિવલ ઊજવાય છે. આ વર્ષે આ ફેસ્ટિવલને ૧૨૫ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે ઇકો-ફ્રેન્ડ્લી હૉટ ઍર બલૂન બનાવવાના ભાગરૂપે રીસાઇકલ્ડ પેપરનો ઉપયોગ થયો હતો. એ પેપર પર સ્થાનિકો દ્વારા બ્રાઇટ રંગોથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું.

