સોશ્યલ મીડિયા પર ક્રિકેટર અને પૉલિટિશ્યન નવજોત સિંહ સિધુએ પોતાનો પાંચ મહિના પહેલાંનો અને હાલનો ફોટોગ્રાફ શૅર કર્યો છે
પહેલાં , હવે નવજોત સિંહ સિધુ
સોશ્યલ મીડિયા પર ક્રિકેટર અને પૉલિટિશ્યન નવજોત સિંહ સિધુએ પોતાનો પાંચ મહિના પહેલાંનો અને હાલનો ફોટોગ્રાફ શૅર કર્યો છે અને લખ્યું છે, ‘બિફોર ઍન્ડ આફ્ટર... ઑગસ્ટ મહિનાથી લઈને આજ સુધી ૩૩ કિલો વજન ઘટાડ્યું છે. આ ઇચ્છાશક્તિ, દૃઢ સંકલ્પ, પ્રાણાયામ, વેઇટ-ટ્રેઇનિંગ, લાંબી વૉક અને સ્ટ્રિક્ટ હેલ્ધી ડાયટથી શક્ય બન્યું છે. અસંભવ કંઈ પણ નથી દોસ્તો; પહેલું સુખ, નીરોગી કાયા.’
૬૧ વર્ષની ઉંમરે ૩૩ કિલો વજન ઘટાડીને નવજોત સિંહ સિધુએ સાબિત કર્યું છે કે અશક્ય કશું જ નથી.


