NIAને તપાસ સોંપાઈ એ કોઈ ગરબડ તરફ નિર્દેશ કરે છે: ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રહેઠાણ નજીક વિસ્ફોટકો ભરીને પાર્ક કરાયેલા વાહનના કેસની તપાસ એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપવામાં આવી છે, જે કંઈક ગરબડ હોવાનું સૂચિત કરે છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું.
પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે સરકાર આવશે અને જશે, પરંતુ વહીવટી તંત્ર એ જ રહેશે અને એના પર વિશ્વાસ કરવો જ જોઈએ.
ADVERTISEMENT
ગૃહ મંત્રાલયના આદેશને પગલે આ કેસ એનઆઇએએ હાથમાં લીધો છે અને હવે ફરીથી કેસ દાખલ કરવાની પ્રક્રિયા કરાશે, એમ જણાવતાં રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે રાજ્યની પોલીસ ઑટોપાર્ટ્સના વેપારી મનસુખ હિરણના શંકાસ્પદ મૃત્યુ અને અંબાણીના ઘર પાસે મળેલી વિસ્ફોટક ભરેલી કારના કેસનો ઉકેલવા સક્ષમ છે. અમે આ કેસ એટીએસને સોંપ્યો હતો, પરંતુ હવે આ કેસ એનઆઇએ હાથમાં લઈ રહી છે, જે સૂચવે છે કે કંઈક ગરબડ છે. જોકે એનઆઇએ કારની તપાસ કરશે, જ્યારે મનસુખ હિરણનો કેસની તપાસ તો એટીએસ જ ચાલુ રાખશે.
વિરોધ પક્ષોને સરકારી તંત્રમાં વિશ્વાસ નથી, એમ કહેતાં તેમણે કહ્યું હતું કે જો આમ જ હોય તો તેઓ રાજ્ય સરકારને ફ્યુઅલ પરનો વેરો ઘટાડવા શા માટે કહી રહ્યા છે.

