ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના શિવડીના વિધાનસભ્ય અજય ચૌધરીએ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને આ રિલીફની માગણી કરી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં અત્યારે ૫૦૦ સ્ક્વેર ફુટ કે એનાથી નાના ફ્લૅટને પ્રૉપર્ટી ટૅક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે ત્યારે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના શિવડીના વિધાનસભ્ય અજય ચૌધરીએ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને આ રિલીફ ૭૦૦ સ્ક્વેર ફુટ સુધીનાં ઘરને આપવાની માગણી કરી છે.
તેમણે રાજ્યના મુખ્ય પ્રધાનને આ બાબતનું એક નિવેદનપત્ર પણ આપ્યું હતું. અજય ચૌધરીનું કહેવું છે કે ‘અત્યારે બૉમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (BDD)ની ચાલીઓ અને મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)નાં ઘરોનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને તે લોકોને નવાં ઘર ૫૫૦થી ૬૫૦ સ્ક્વેર ફુટનાં મળવાનાં છે. BDD ચાલ અને MHADAનાં ઘરમાં રહેનારા લોકોને પ્રૉપર્ટી ટૅક્સ ભરવો પરવડે એમ ન હોવાથી ૭૦૦ સ્ક્વેર ફુટ સુધીનાં ઘરોને એમાંથી મુક્તિ આપવી જોઈએ.’
ADVERTISEMENT
જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આવકમાં ઘટાડો થયો હોવાથી ફિક્સ્ડ ડિપોઝિટ તોડવી પડતી હોવાથી અજય ચૌધરીની આ માગણી પૂરી કરવામાં આવે એની શક્યતા બહુ જ ઓછી હોવાનું જાણકારોનું કહેવું છે.