Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Rains લોકલ ટ્રેનો બાદ હવે ફ્લાઇટ્સના પણ ધાંધીયા, મુંબઈ ઍરપોર્ટ પર આવી છે પરિસ્થિતિ

Mumbai Rains લોકલ ટ્રેનો બાદ હવે ફ્લાઇટ્સના પણ ધાંધીયા, મુંબઈ ઍરપોર્ટ પર આવી છે પરિસ્થિતિ

Published : 08 July, 2024 04:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Rains: આજે સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકના સમયગાળામાં વિવિધ વિસ્તારોમાં 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ મોડી (તસવીર: મિડ-ડે)

વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ મોડી (તસવીર: મિડ-ડે)


ગઈકાલે રાતથી જ મુંબઈ સહિત આસપાસના ઉપનગરોમાં ભારે વરસાદને (Mumbai Rains) કારણે લોકોનું જીવન ખોરવાયું છે. શહેરમાં ભારે વરસાદને કારણે લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેનો પણ રદ થવાની સાથે એકદમ મંદ ગતિએ શરૂ થઈ છે. આ સાથે શહેરના રસ્તા પર પણ પાણી ભરાઈ જવાથી મુંબઈ બંધ થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે ભારે વરસાદને કારણે મુંબઈથી રવાના થતી અને મુંબઈ આવતી અનેક ફ્લાઇટ્સ પણ રદ કરવાની સાથે કલાકો સુધી મોડી પડી રહી છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર ગઇકાલે રાતથી જ શરૂ થયેલા ભારે વરસાદને કારણે મોટી મુસીબત સર્જાઈ છે. ભારે વરસાદને કારણે એરપોર્ટ પરથી લૅન્ડ અને ટેકઑફ થતી અનેક ફ્લાઈટ્સ મોડી અને રદ કરવામાં આવી રહી છે જેને લીધે ફ્લાઈટ્સનું સંપૂર્ણ સમયપત્રક ખોરવાઈ ગયું છે.


મુંબઈ ઍરપોર્ટે પ્રશાસનના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ખરાબ હવામાન અને નબળી વિઝિબિલિટી કારણે 27 ઈનબાઉન્ડ ફ્લાઈટ્સને મુંબઈને (Mumbai Rains) બદલે હૈદરાબાદ, ઈન્દોર અને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. “ફ્લાઇટ્સના આરાઈવલ અને વિલંબિત પ્રસ્થાનોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ડાયવર્ટ કરાયેલી ફ્લાઈટ્સને સમાવવા માટે પરિણામલક્ષી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે સવારે 2:22 થી 3:40 સુધી રનવેની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી, એમ ઍરપોર્ટના એક પ્રવક્તાએ જણાવ્યું હતું.




ફ્લાઇટ્સ રદ અને મોડી થતાં ઍર ઈન્ડિયા, સ્પાઈસજૅટ, ઈન્ડિગો અને વિસ્તારા (Mumbai Rains) કંપનીઓ તરફથી ઑફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ‘મુંબઈમાં વરસાદને કારણે ફ્લાઈટ્સમાં સંભવિત વિલંબ થશે જેથી મુસાફરોને જાણ કરવામાં આવે છે અને મુસાફરોને ઍરપોર્ટ પર જતા પહેલા ફ્લાઈટની સ્થિતિ તપાસવા વિનંતી’, એવી પોસ્ટ જાહેર કરી હતી. મુંબઈમાં રવિવારે ભારે વરસાદને કારણે સોમવારે સવારે પાણી ભરાવા, ટ્રાફિક જામ અને લોકલ ટ્રેન સેવાઓમાં વિક્ષેપ સહિત અનેક ઘટના ઓ બની છે. ગઇકાલે રાત્રે શરૂ થયેલો ભારે વરસાદ આગામી અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે એવી આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 8 જુલાઈના રોજ મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી.


સ્થાનિક હવામાન વિભાગે સોમવારે વહેલી સવારે મુંબઈના ઉપનગરોમાં સતત ભારે વરસાદની જાણ કરી હતી, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા (Mumbai Rains) હતા. IMDએ પણ આગામી ત્રણથી ચાર દિવસમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એ સોશિયલ મીડિયા દ્વારા અપડેટ કર્યું કે મુંબઈમાં સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકના સમયગાળામાં વિવિધ વિસ્તારોમાં 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2024 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK