આ માહિતી આપતાં કોનગાવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આપી હતી
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીના એક બારમાં રેઇડ દરમ્યાન અશ્લીલ કૃત્યોમાં સંડોવાયેલી ૧૯ મહિલાઓ સહિત ૨૪ વ્યક્તિઓને પકડીને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ માહિતી આપતાં કોનગાવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે આ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.