જોકે પોલીસ પોતાના સર્વેલન્સ, પૅટ્રોલિંગ માટે એનો ઉપયોગ કરી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને એને પ્રાથમિકતા આપીને એક મહિના માટે આકાશમાં ડ્રોન, રિમોટ કન્ટ્રોલથી ઊડતાં નાનાં ઍરક્રાફ્ટ્સ, પૅરાગ્લાઇડર્સ અને હૉટ ઍર બલૂન ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઘૂંટણીની આચારસંહિતા લાગુ કરવામાં આવી છે અને રાજકીય નેતાઓ તથા ઉમેદવારો દ્વારા સભાઓ અને રૅલીઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અસામાજિક તત્ત્વો ડ્રોન દ્વારા કોઈ હુમલો ન કરે એ માટે આ પગલાં લેવાયાં છે. આ ઉપરાંત મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના હુમલાની વરસી પણ નજીક આવી રહી છે ત્યારે એવી અપ્રિય ઘટના ફરી ન બને એ માટે કાળજી લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ સંદર્ભે બહાર પાડેલા આદેશમાં કહેવાયું છે કે ટેરરિસ્ટો અને અસામાજિક તત્ત્વો ખાનાખરાબી કરવા માટે ફ્લાઇંગ ઑબ્જેક્ટ્સનો ઉપયોગ કરી શકે છે એટલે સુરક્ષાનાં આવાં પગલાં લેવાં જરૂરી હોય છે. જોકે પોલીસ પોતાના સર્વેલન્સ, પૅટ્રોલિંગ માટે એનો ઉપયોગ કરી શકે છે.