MMRC દ્વારા અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝના સર્વે માટે ટેન્ડર બહાર પડાયું
પ્રતીકાત્મક તસવીર
વડાલાથી બાંદરા ટર્મિનસ વાયા ધારાવીના મેટ્રો 11ના એક્સટેન્શન માટે કન્સ્ટ્રક્શનનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કામ શરૂ થાય એ પૂર્વે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝનું મૅપિંગ કરવા માટે એટલે કે ગટર, પાણી, ગૅસની પાઇપલાઇન કે ટેલિકમ્યુનિકેશનના વાયર છે કે નહીં એ ચકાસવા માટે એજન્સી નિયુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
આ મેટ્રો કૉરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વડાલાને નાગપાડા અને ક્રૉફર્ડ માર્કેટ રૂટથી ગેટવે ઑફ ઇન્ડિયા સાથે જોડવામાં આવશે. આ આખા માર્ગનો અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી સર્વે કરવા માટે એજન્સી નિયુક્ત કરવા MMRCએ ટેન્ડર બહાર પાડ્યું છે.
માર્ચમાં રાજ્ય સરકારે MMRCને મેટ્રો 11ને લગભગ ૬.૯ કિલોમીટર વધારવાનો નિર્દેશ આપ્યો હતો. લગભગ ૮ હેક્ટર વિસ્તારમાં આ મેટ્રો 11નું એક્સ્ટેન્શન કરવામાં આવશે.
